ભગવાન શિવના પ્રિય મહિનો શ્રાવણમાં નાગપંચમીનુ મહત્વ પુરાણોમાં બતાવ્યુ છે. નાગપંચમી શુક્લ પક્ષમાં આવે છે આ વખતે 5 ઓગસ્ટના રોજ નાગ પંચમી છે. મહત્વની વાત છે કે આ સોમવારે છે. આ કારણે શિવ ભક્તોના માટે આ દિવસ ખૂબ ખાસ રહેશે. નાગપંચમીના દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે. તેમને દૂધ પણ પીવડાવે છે.
માન્યતા છે કે શ્રાવણના મહિનાના નાગની પૂજા કરવા, નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગ દેવતાની પૂજ કરવાથી નાગદંશનો ભય નથી રહેતો. નાગ દેવતાને પૂજા દરમિયાન કેટલાક વિશેષ મંત્રોનો જ જાપ કરવો જોઈઈ. જે પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે.