અક્ષય તૃતીયા કે અખાત્રીજ એટલે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ. પૌરાણિક ગ્રંથો મુજબ આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનુ ફળ અનેક ગણુ વધુ મળે છે. તેથી જ તેને તૃતીયા કહેવામાં આવે છે. આમ તો બધા બાર મહિનાની શુક્લ પક્ષીય તૃતીય શુભ હોય છે પણ વૈશાખ મહિનાની તિથિ સ્વંયસિદ્ધ મુહુર્તોમાં માનવામાં આવે છે. અક્ષય તૃતીયાનો અર્થ છે કે જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય અથવા ક્યારેય નાશ ન થાય જે અવિનાશી છે.
અક્ષય તૃતીયાના વિષયમાં માન્યતા છે કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેમા બરકત આવે છે. મતલબ આ દિવસે જે પણ સારુ કામ કરશો તેનુ ફળ ક્યારેય સમાપ્ત નથી થતુ. જો તમે કોઈ ખરાબ કામ કરશો તો તેનુ પરિણામ પણ અનેક જન્મ સુધી પીછો નહી છોડે. શાસ્ત્રોમાં કહ્યુ છે કે અક્ષય તૃતીયાના દિવસે ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને તમારી શક્તિ મુજબ દાન કરો.