18 જુલાઈથી શરૂ થતા પુરુષોત્તમ માસના પહેલા દિવસે પુષ્ય નક્ષત્ર પડી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે.
પુરુષોત્તમ માસના પહેલા દિવસે 18 જુલાઈના દિવસે મંગળ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે જે પુષ્ય નક્ષત્ર
શરૂ થાય છે: સવારે 05:11 જુલાઈ 18, 19 જુલાઈ 19 ને સવારે, 07:58 સમાપ્તિ:
પુષ્ય એ 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે. મંગલ પુષ્ય યોગમાં નવા હિસાબી ચોપડા, નવા વાહનો, સ્થાવર મિલકતના સોદા, સોના-ચાંદી, મશીનરી, ઈન્ટીરીયર ડેકોરેટર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી શુભ રહેશે. . પુષ્યમાં ખરીદેલી જમીન સોનુ લાભ આપે છે. અન્ય વસ્તુઓની ખરીદી પણ શુભ રહે છે. આ યોગમાં ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી રહે છે અને શુભ પરિણામ આપે છે.