વર્તમાન દિવસોમાં આષાઢના અધિક માસ ચાલી રહ્યો છે , જે 16 જુલાઈ (ગુરૂવારે) સુધી રહેશે. ધર્મ ગ્રંથોના મુજબ આ મહીનો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. આથી એને પુરૂષોત્તમ માસ પણ કહે છે. આ પૂરા મહીનામાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત, પૂજન કરાય છે અને એમની કથાઓ સાંભળવામાં આવે છે. માન્યતા મુજબ આ મહીનામાં ખાસ ઉપાય કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ એમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને એમની દરેક મનોકામના પણ પૂરી કરે છે. અધિક માસમાં તમે પણ આ ઉપાય કરી ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો.
પીળી વસ્તુઓનું દાન કરો.
ભગવાન વિષ્ણુને પીતાંબરી પણ કહે છે, જેનું અર્થ છે પીળા રંગના વસ્ત્ર ધારણ કરનારા. અધિક માસના સમયે આવતી બન્ને એકાદશી (28 જૂન અને 12 જુલાઈ) પર પીળા રંગના કપડા ,પીળા ફળ અને પીળા અનાજ પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો પછી આ બધી વસ્તુઓ ગરીબને દાન કરો. આવું કરવાથી ભગવાના વિષ્ણુની કૃપા બની રહેશે.
રોજ લગાવો દીપક
અધિક માસના સમયે દરરોજ સાંજના સમયે તુલસીના છોડ સામે ગાયના ઘીના દીપક લગાડો અને ૐ વાસુદેવાય નમ: મંત્ર બોલતા તુલસીની 11 પરિક્ર્મા કરો. આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને કોઈ પણ પ્રકારનું સંકટ આવતુ નથી.
બ્રહ્મ મૂહૂર્તમાં નદીમાં સ્નાન કરો
પુરૂષોત્તમ માસમાં દરરોજ બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો તો જીવનના બધા સુખ પ્રાપ્ત થાય છે. એના પછી વિધિ વિધાનથી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. મહિલાઓને આ સ્નાન એમના પતિની લાંબી ઉમ્ર અને સારું સ્વાસ્થય આપે છે.
ખીરના ભોગ લગાવો
જો તમે ધનની ઈચ્છા રાખો છો તો અધિક માસના સમયે આવતી બન્ને એકાદશી તિથિઓ (28 જૂન અને 12 જુલાઈ)ના દિવસે નજીક આવેલ કોઈપણ વિષ્ણુ મંદિરમાં જઈને અને ભગવાન વિષ્ણુને સફેદ મિઠાઈ કે ખીરના ભોગ લગાડો . એમાં તુલસી ના પાન જરૂર નાખો. આથી ભગવના વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
કન્યાઓને ભોજન કરાવો
ઘણા પ્રયાસ પછી પ અણ આવક નહી વધી રહી હોય કે નોકરીમાં પ્રમોશન નહી થઈ રહ્યા હોય તો અધિક માસના સમયે શુક્લ પક્ષની નવમી તિથિ (25જૂન ગુરૂવારે ) સાત કન્યાઓને ઘરે બોલાબ્વીને ભોજન કરાવો. ભોજનમાં ખીર જરૂર હોવી જોઈએૢ થોડા જ દિવસઓમાં તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે.
દૂધથી અભિષેક કરો.
અધિક માસના સમયે દરરોજ ભગવાન વિષ્ણુને અભિષેક કેસર મિશ્રિત દૂધથી કરો. આ અભિષેક દક્ષિણવર્તી શંખથી કરાય તો ખૂબજ શુભ ફળ મળે છે. જો દરરોજ શકય અભિષેક કરવું શક્ય ન હોય તો આ મહીનેમાં આવતા બન્ને એકાદશી તિથિ (28 જૂન અને 12 જુલાઈ)પર જ આ ઉપાય કરી શકો છો .
પીપળ પર જળ અર્પિત કરો
જો તમે નિરંતર કર્જમાં ફંસતા જઈ રહ્યા છો તો અધિક માસના સમયે દરરોજ સવારે નજીક કોઈ પણ પીપળજ્ના ઝાડ પર જળ ચઢાવો અને સાંજના સમયે દીપક પ્રગતાવો . પીપળમાં પણ ભગવાન વિષ્ણુ ના જ વાસ ગણાય છે . આ ઉપાયથી તમે કર્જથી મુક્ત થઈ શકો છો.
મંત્ર જાપ કરો
ધનની કામના રાખતા લોકો અધિક માસના સમયે નીચે લખેલા મંત્રના 5 માળા જાપ કરો.
ૐ હ્રી એં ક્લીં શ્રીં
અધિકા માસ થતા બીજા દેવસિ કોઈ યોહ્ય બ્રાહ્મણને ભોજન કરાવો. એને દક્ષિણા , વસ્ત્ર વગેરે ભેંટ કરો. આથી તમને લાભ થશે.