ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ દિવસ જો રાસ્ગિ મુજબ કેટલાક ઉપાય કરાય તો માતા સરસ્વતીની કૃપા થઈ શકે છે અને દરેક કામમાં સફળતા મળે છે. રાશિ મુજબ ઉપાય જાણવા માટે આ જુઓ
વૃષ રાશિ- માતા સરસ્વતીને સફેદ ફૂલ ચઢાવો અને સફેદ ચંદનન ઓ તિલક લગાડો.
મિથુન રાશિ- દેવી સરસ્વતીને ખીર કે પીળા રંગની મિઠાઈનો પ્રસદ ચઢાવો.
કર્ક રાશિ- દેવી સરસ્વતીને કેસરિયા ભાત(પીળા ચોખા)નો ભોગ લગાડો.
સિંહ રાશિ- તમે આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરો. ફાયદા થશે.
કન્યા રાશિ- ગરીબ બાળકોને ચોપડી, પેંસિલ સ્કૂલ બેગ વગેરે દાન કરો.
તુલા રાશિ- બ્રાહ્મણોને સફેદ કપડા જેમ કે ધોતી કુર્તા વગેરે દાન કરો.
વૃશ્ચિક રાશિ- સફેદ ફૂલોથી માતા સરસ્વતીની પૂજા કરો, ખાસ લાભ થશે.
ધનુ રાશિ- દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવો અને પોતે પણ તિલક લગાડો
મકર રાશિ- ગરીબોને સફેદ અનાજ જેવા ચોખા, લોટ દાન કરો.
કુંભ રાશિ- દેવી સરસ્વતીને મંત્રોનો જાપ સફેદ ચંદનની માળાથી કરો.