વાસ્તુ ટિપ્સ - પક્ષી લાવે છે સકારાત્મક ઉર્જા, અગાશી પર મુકો દાણા-પાણી

મંગળવાર, 4 જૂન 2019 (11:15 IST)
આપણે બધા જાણીએ છેકે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે. પરિવારના સભ્યોને કોઈ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ન થાય. આથિક સંકટ પણ ન રહે. જો એવી પરેશાનીઓનો તમે સામનો કરી રહ્યા છો તો તેના કારણે ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ દોષ તમારી દૈનિક દિનચર્યા પર સીધો પ્રભાવ નાખે છે. ઘરમાં રહેલ વાસ્તુ દોષને દૂર કરી આપણા વ્યક્તિત્વ અને કાર્યો પર પડે છે. આવો જાણીએ કેટલાક સહેલા ઉપયોગી વાસ્તુ ઉપાયો વિશે.. 
 
- પક્ષીઓ માટે ઘરની છત પર વાસણમાં પાણી અને અનાજ મુકો. જેનાથી પક્ષીઓને ભોજન પાણી મળે.  વાસ્તુશાસ્ત્રના મુજબ પક્ષી પોતાની સાથે સકારાત્મક ઉર્જા લાવે છે. જેનાથી ધન અને સ્વાસ્થ્ય સંબંધી અવરોધ દૂર થાય છે. 
 
-ઘરમાં હંમેશા શાંતિનુ વાતાવરણ રાખો. ક્યારેય પણ ઘરમાં ક્લેશ ન થવા દો. 
- ઘર હંમેશા સ્વછ રાખો. ઘરના મુખ્ય દ્વાર પર રાત્રે પણ પર્યાપ્ત રોશનીની વ્યવસ્થા હોવી જોઈએ. 
- સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરવુ તમારી દિનચર્યામાં સામેલ કરો. 
- રોજ સવાર સાંજ ઘરમાં કેટલાક મંત્રોનો જાપ કરો. 
- ઘરના મુખ્ય દ્વાર પર દર્પણ ક્યારેય પણ ન રાખશો. 
-બાળકોએ અભ્યાસ કરતી વખતે મોજા ન પહેરવા જોઈએ. 
- બાળકોના અભ્યાસ કક્ષમાં માં સરસ્વતીનુ ચિત્ર અથવા મૂર્તિ પૂર્વ દિશામાં લગાવો. ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે દર બુધવારે તેમને બેસનના લાડુનો ભોગ લગાવો 
- ઘરમાં ગ્રીન છોડ લગાવો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર