Vastu Tips: આ દિશામાં રસોડુ હોવુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, ઘર-પરિવાર પર પડે છે ખરાબ પ્રભાવ

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (05:04 IST)
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને વાત કરીશુ ફ્લેટમાં રસોડાની દિશા વિશે.. વાસ્તુ શાસ્ત્રના સામાન્ય નિયમોની જેમ ફ્લેટમાં પણ દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ દિશામાં રસોડુ હોવુ સૌથી સારુ માનવામાં આવે છે. મજબૂરીમાં પૂર્વ કે પશ્ચિમ દિશાનુ રસોડુ કેટલાક ઉપાયો સાથે માન્ય છે. પણ દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાનુ રસોડુ કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી. દક્ષિણ-પશ્ચિમ દિશાનુ રસોડુ દામ્પત્ય સંબંધોને નુકશાન પહોચાડે છે. 
 
ઉત્તર-પશ્ચિમ દિશામાં બનેલુ રસોડુ ક્યારેય પુરુ નથી પડતુ ઉત્તર દિશામાં બનાવેલ ભોજનને ગ્રહણ કરવાથી મનમાં ખૂબ પ્રકારના ભય બેસી જાય છે. પુત્ર પિતાની અવજ્ઞા કરે છે. બંનેના સંબંધો ખરાબ થવાની નોબત આવી જાય છે.  ઉત્તર-પૂર્વ દિશામાં બનાવેલ રસોડાથી અવસર નષ્ટ થઈ જાય છે. અવરોધો આવે છે. ઘરમાં ભાવના અને પ્રેમનુ વહેણ નષ્ટ થઈ જાય છે. જો તમે પહેલાથી ફ્લેટ લઈ ચુક્યા છો અને તમારુ રસોડુ આ દિશાઓમાં છે તો એ માટે તમારે અલગથી વિશેષ ઉપાય કરવા જોઈએ. 
 
વાસ્તુ મુજબ રસોડામાં લાલ અને પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારુ રસોડુ સાઉથ કે પછી સાઉથ-ઈસ્ટ દિશામાં છે તો તમારે કાળા કે ભૂરા રંગનો સ્લેબ ન લગાવવો. તમે ગ્રેનાઈટની સ્લેબ કે પછી માર્બલનો સ્લેબ લગાવી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર