ઘરના દરવાજા પર લગાવો આ 7માંથી કોઈ એક વસ્તુ, પૈસાની તંગી થશે દૂર

મંગળવાર, 14 જૂન 2022 (00:13 IST)
મિત્રો શુ તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો ? શુ તમારા ઘરમાં ફાલતૂ ખર્ચ વધી ગયા છે જો હા તો તેનુ કારણ ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે.  જી હા ઘરમાં રહેલ વાસ્તુ દોષ ધન નુકશાનનુ કારણ બને છે.  આવામાં આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેને મેન ગેટ સામે લગાવી દેવ આથી પૈસા આવવાના નવા રસ્તા ખુલશે. 
 
મેન ગેટ પર લગાવો આ વસ્તુઓ 
સૌથી પહેલી વસ્તુ છે તુલસીનો છોડ - વાસ્તુશાત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનજ્રી પણ આવે છે.  સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પગટાવો. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે. 
 
બીજુ છે દેવી લક્ષ્મીનુ શુભ પદ ચિન્હ - ઘરના મેન ગેટ પર દેવી લક્ષ્મીના શુભ પદ ચિન્હ લગાવવાથી બધી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.  એટલુ જ નહી તેનાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે. 
 
ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીની ફોટો - ફક્ત લક્ષ્મીજીના પગલા જ નહી પણ મુખ્ય દરવાજા પર તેમની ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારુ આર્થિક સંકટ આપમેળે જ દૂર થાય છે. અને મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
ચોથી વસ્તુ છે સ્વસ્તિક અને શુભ લાભ - આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા માટે તમારા મેન ગેટ સામે સ્વસ્તિક શુભ લાભના નિશાન પણ લગાવી શકો છો. વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે. સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. 
 
પાંચમી વસ્તુ છે તોરણ - મિત્રો તોરણ આપણા ઘરની શોભા તો વધારે જ છે સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે. વાસ્તુના મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનનુ તોરણ લગાવવુ જોઈએ. આ નકારાત્મક ઉર્જાને દૂર રાખવા સાથે જ ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે.
 
છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ - વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવથી ઘરને કોઈની ખરાબ નજર લાગતી નથી.  સાથે તેનાથી ઘરમાં બરકત પણ આવે છે. 
 
7મી વસ્તુ છે ફ્લાવર પૉટ - ઘરના મુખ્ય દરવાજા પર સુગંઘવાલા છોડને પૉટમા સજાવીને રાખવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન ધાન્ય અને એશ્વર્યમાં વૃદ્ધિ થાય છે.  પણ આ વાતનુ ધ્યાન રાખો કે ફ્લાવર પૉટ મેન ગેટની બંને બાજુ રાખવો જોઈએ. 
 
તો મિત્રો આ હતા પૈસાની તંગી દૂર કરવા માટે વાસ્તુ મુજબ કેટલાક સહેલા ઉપાય. જો આપને આમરો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર