મકરસંક્રાંતિ પર સ્નાન દાન સો ગણુ ફળદાયી છે, જાણો સ્નાન-દાન અને પૂજા-અર્ચના માટેનુ શુભ મુહૂર્ત

બુધવાર, 13 જાન્યુઆરી 2021 (22:00 IST)
Makar Sankarnti 2021: માઘ મેળાનુ પ્રથમ સ્નાન મહોત્સવ મકરસંક્રાંતિ ગુરુવારે છે. આ દિવસે, ગ્રહોનો રાજા સૂર્ય બપોરે 2.37 વાગ્યે શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે દેવતાઓની સવાર ઉત્તરાયણની શરૂઆત થશે. સંક્રાંતિ પર સ્નાન દાનનો શુભ સમય સવારે 07:24 થી શરૂ થશે જે સાંજના સૂર્યાસ્ત સુધી ચાલશે. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ સંગમ સહિત ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર આસ્થાની ડુબકી લગાવશે. તેમજ ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તે જપ, તપ, શ્રાદ્ધ, વિધિ કરશે. આ પ્રસંગે ખીચડીનો તહેવાર ઘરોમાં આદર અને ઉમંગથી ઉજવાશે. લોકો તહેવારની ઉજવણીમાં પરંપરાગત રીતે પતંગ ઉડાવવાની મજા માણશે. મકરસંક્રાંતિનો તહેવાર ધાર્મિક સાથે વૈજ્ઞાનિક રૂપે પણ ખૂબ મહત્વનો છે.
 
સૂર્યના ઉત્તરાયણને કારણે રોગપ્રતિરોધક ક્ષમતામાં વધારો
 
આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સક અનુસાર સૂર્યદેવ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યના  ઉત્તરાયણને કારણે દિવસનો સમય વધવા માંડે છે. પ્રકૃતિનુ આ પરિવર્તન  સ્વાસ્થ્ય અને વનસ્પતિને અનુકૂળ છે. તેમાં શીતને શાંત કરવાની શક્તિ છે. તેથી આપણા શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા જે ઠંડીમાં દબાયેલી રહે છે તે વધવા માંડે છે. સૂર્યની તેજ થતી રોશનીથી તન-મનમાં સ્ફૂર્તિ વધી જાય છે. 
 
ગંગાજીનું વાહન મકર, સ્નાન-દાન ફળદાયી 
 
શાસ્ત્રો અનુસાર ગંગાનું વાહન મકર છે. તેથી મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કરવું વધુ ફળદાયક માનવામાં આવે છે. સૂર્યના દક્ષિણાયનને દેવતાઓની રાત અને ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. સૂર્ય બધી રાશિના પ્રભાવિત કરે છે, પરંતુ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ ફળદાયી છે.
 
મકરસંક્રાંતિ પર સ્નાન-દાબ અને પૂજાનુ વિધાન 
 
જ્યોતિષાચાર્ય અનુસાર સૂર્યના ઉત્તરાયણના દિવસે સંક્રાંતિ વ્રત કરવુ જોઈએ. પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે તીર્થસ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વધુ મહત્વ છે. ત્યારબાદ ભગવાન સૂર્યદેવની વિધિવિધાનથી પૂજા કરવી જોઈએ. ગંગા ઘાટ અથવા ઘરમં જ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તલ અને ગોળનું બનેલું ભોજનનો નૈવેદ્ય ધરાવો અને પ્રસાદનું વિતરણ કરો. પિતરોને તર્પણ આપવુ જોઈએ. 
 
મકર રાશિમાં સંક્રાતિનુ સંચરણ 
 
બપોરે 2 વાગીને 37 મિનિટ 
સ્નાન દાનનુ પુણ્યકાળ 
સવારે 7 વાગીને 24 મિનિટથી સૂર્યાસ્ત સુધી
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર