બજેટ સત્ર Live: રાષ્ટ્રપતિ કોવિંદના અભિભાષણથી થઈ શરૂઆત.. અનેક પ્રયાસો માટે સરકારના કર્યા વખાણ

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (11:35 IST)
સંસદનુ બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે અને આ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષને અપીલ્ર  છે કે તેઓ ત્રણ તલાક સહિત બધા મુખ્ય બિલને પાસ કરાવવામાં મદદ કરે. પીએમ મોદીએ કહ્યુ કે બજેટ દેશની આશાઓને પૂરુ કરનારુ હશે. 

-  બજેટ સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. જલ્દી જ તેનો કાયદો પણ બનાવવામાં આવશે. દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓનો દાયરો વધ્યો છે. સરકાર ગરીબોની પીડા દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. 640 જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, શૌચાલયોને બનાવીને સરકાર લોકોની મદદ કરી રહી છે, 2019 સુધી સ્વચ્છ ભારત બનાવીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા તત્પર છીએ. 
 
- તેમણે કહ્યું કે, સરકારના જોર ખેડૂતોની આવક બેગણી કરવાની છે, દાળના ઉત્પાદનમાં 38 ટકા રેકોર્ડ વધારો થયો છે. 99 સિંચાઈ પરિયોજનાને પૂરું કરવું સરકારનું લક્ષ્યાંક છે. અનાજની બરબાદીને રોકવા માટે સરકારે યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, સરકારના કાર્યકાળમાં યુરિયાનું ઉત્પાદન વધ્યું છે. જનધન યોજના અંતર્ગત અંદાજે 31 કરોડ બેંક ખાતા ખોલી દીધા છે.
 
- રાષ્ટ્રપતિ કોવિંદે પણ ત્રણ તલાક બિલની પાસે થનારા અને મુસ્લિમ મહિલાઓની સ્થિતિમાં સુધારની આશા પોતાના અભિભાષણમાં બતાવી 
- બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ કોંવિદે ગરીબ અને મધ્યમ વર્ત માટે વિશેષ કરીને સ્વરોજગારને પ્રોત્સાહ આપવા માટે ગેરંટી વગર બેંકને લોન આપવા પર જોર આપવા માટે સરકારની પીઠ થાબડી 
- મુસ્લિમ મહિલાઓના સન્માન અનેક દસકોથી રાજનીતિક લાભ નુકશાનનુ બંધક રહ્યુ. હવે દેશને  તેમની આ સ્થિતિમાંથી મુક્તિ અપાવવાની તક મળી છે. 

રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું આ પહેલું અભિભાષણ છે. રાષ્ટ્રપતિ અભિભાષણ સામાન્ય રીતે કેન્દ્ર સરકારનો દસ્તાવેજ હોય છે. જેમાં કેન્દ્ર સરકારની ગયા વર્ષથી સિદ્ધીઓની સાથે સાથે આગામી નાણાકીય વર્ષ માટે સરકારનું શું વિઝન, યોજનાઓ અને એજન્ડા છે તેનો ખ્યાલ આપે છે. બજેટ સત્રનો પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો ભાગ 6 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર