નિયા શર્માએ ખરીદી એક કરોડની કાર, તસ્વીર શેયર કરી લખી ઈમોશનલ કરનારી વાત

શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (11:31 IST)
પોતાના ગ્લેમરસ અંદાજ માટે હંમેશા ચર્ચામા રહેનારી અભિનેત્રી નિયા શર્માએ નવા વર્ષમાં પોતાની નવી કાર ખરીદી છે. પોતાના ફેંસ સાથે આ ખુશખબર અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી છે. નિયાએ પોતાની કારની તસ્વીરો શેયર કરતા લખ્યુ છે કે તમે ખુશીઓ ખરીદી નથી શકતા પણ કાર ખરીદી શકો છો અને બંને એક જેવા જ છે. 
નિયાએ  Volvo XC90 ખરીદી છે જેની કિમંત લગભગ એક કરોડ છે.  નિયાએ જે વીડિયો પોસ્ટ કર્હ્યો છે તેમા તે કાર પરથી કવર હટાવતી જોવા મળી રહી છે. 
 
તેના મિત્રો અને નિકટના લોકો તેને સતત અભિનંદન પાઠવતા હોય છે. કાર ખરીદ્યા પછી, નિયા તેના મિત્રોને પણ રાઈડ પર લઈ ગઈ. એક્ટર રવિ દુબે પણ તેમાં જોવા મળે છે. તેનો વીડિયો જોવા મળ્યો છે. 

 
નવું વર્ષ અભિનેત્રી માટે ખૂબ સારું રહ્યું. નિયાએ નવા વર્ષમાં તેનું ઘર પણ ખરીદ્યું છે. આ માટે લોકો સતત તેને અભિનંદન પાઠવી રહ્યા છે કે પહેલા પોતાના માટે નવું મકાન ખરીદ્યું અને હવે નવી  કાર. થોડા દિવસ પહેલા નિયાએ પોતાના નવા ઘરની ઝલક બતાવતી તસવીરો પોસ્ટ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર