Chanakya Niti - કોઈપણ વ્યક્તિને પારખવા માટે 4 વાતોનુ રાખો ધ્યાન, ક્યારેય નહી મળે દગો

શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (01:27 IST)
આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં જીવનની હકીકતોનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યની આ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. જો આચાર્ય ચાણક્યના રૂપમાં વર્તમાન સમયની તુલના કરવામાં આવે તો આજનો સમય એકદમ બદલાય ગયો છે. પણ આજે પણ આચાર્ય ચાણક્યની નીતિ શાસ્ત્રમાં વર્ણિત વાતોને નજર અંદાજ કરી શકાતી નથી.  અનેક બાબતોમાં આ એકદમ યોગ્ય સાબિત થાય છે. 
 
એક શ્લોક દ્વારા આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિને પારખવા કરવા માટે  કઈ ચાર બાબતોનો વિચાર કરવો જોઇએ. જો તમે પણ આ વસ્તુનુ ધ્યાન રાખીને અજમાવશો તમે દગો ખાવાથી બચી શકો છો.. જાણો ચાણક્યની નીતિ 
 
1. આચાર્ય ચાણક્ય મુજબ, કોઈપણ વ્યક્તિને લઈને તરત જ વિચાર ન બનાવી લેવો જોઈએ. સૌ પહેલા તેના ગુણોને પારખવા જોઈએ. એ જોવુ જોઈએ કે તે કેવો વર્તાવ કરે છે. વ્યક્તિ સામાજીક પ્રાણી છે કે નહી. બીજા સાથે કેવી રીતે વ્યવ્હાર કરે છે, તેને જોઈને પણ તેના વિશે અંદાજ લગાવી શકાય છે. 
 
2. નીતિ શાસ્ત્ર મુજબ, વ્યક્તિને પરખવા માટે જોવુ જોઈએ કે તેની અંદર ત્યાગની ભાવના છે કે નહી. જે લોકોમાં ત્યાગની ભાવના હોય છે તે બીજાના દુ:ખને સમજનારા અને મદદ કરનારા હોય છે. 
 
3. ચાણક્ય કહે છે કે વ્યક્તિના કામને જોઈને પણ તેના સ્વભાવનો અંદાજ લગાવી શકાય છે.  જો તે વ્યાજ ખાનારો છે તો ચાલાકી ચોક્કસ તેના સ્વભાવમાં હશે. 
 
4. ચાણક્ય કહે છે કે અંતમા વ્યક્તિની પર્સનલ ખૂબીઓ પણ જોવી જોઈએ. કેટલાક ગુણ વ્યક્તિને જન્મ સાથે મળે છે તો કેટલાક તે પોતાના સંસ્કારોથી વિકસિત કરે છે.  ચાણક્ય મુજબ, વ્યક્તિના ગુણોથી તેના યોગ્ય અને ખોટા હોવાનુ અનુમાન લગાવી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર