આ રીતે બનાવો સ્ટીમ મોદક (ઉકળીચે મોદક)

બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (11:19 IST)
મિત્રો આપ સૌએ મોદક તો અનેક પ્રકારના ખાધા હશે. મોદક ખાસ કરીને ગણપતિને અર્પિત કરવામાં આવે છે. પણ શુ તમે ક્યારેય બાફેલા મોદક વિશે સાંભળ્યુ છે.. તો ચાલો આજે આપણે બનાવીશુ બાફેલા મોદક એટલે કે સ્ટીમ મોદક જેને મરાઠીમાં ઉકળીચે મોદક કહેવાય છે.  
 
સામગ્રી:
2 કપ ચોખાનો લોટ
1 ચમચી ખાંડ
2 કપ ગોળ
છીણેલું નારિયેળ 2 કપ
અડઝી ચમચી ઇલાયચી પાઉડર
તલનું તેલ 1 ચમચી
 
બનાવવાની રીત: સૌથી પહેલા નારિયેળને સૂકુ શેકી લો અને અલગ રાખી દો. હવે 2 કપ પાણીમાં ગોળ નાંખઓ અને ઉભરો આવે ત્યાં સુધી પકાવો. જ્યારે ગોળ જાડો થવા લાગે ત્યારે એમાં શેકેલું નારિયેળ નાંખો. એમાં ઇલાયચી પાવડર નાંખીને બરોબર મિક્સ કરો. મિશ્રણને ગેસ પરથી ઉતારીને અલગ રાખો. હવે ચોખાના લોટમાં 2 કપ ગરમ પાણી, તેલ અને ચપટી મીઠું નાંથઓ અને લોટ બરોબર બાંધી લો. તૈયાર લોટમાંથી મીડિયમ સાઇઝની ગોળીઓ બનાવો અને એની વચ્ચે નારિયેળ અને ગોળનું ફીલિંગ ભરીને મોદક શેપ આપો. જ્યારે બધા મોદક બની જાય ત્યારે તેને જ્યા જ્યા તેની પડ આવે ત્યાથી હળવો કાપો મુકો. હવે  એને ઢાંકીને સ્ટીમ તકો અને સારી રીતે બનાવો. લો તૈયાર છે તમારા મોદક 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર