શરદ પૂનમનું પૌરાણિક મહત્વ - Importance of Sharad Poonam

ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (15:09 IST)
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.
 
પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. તેનું મહત્વ અને ઉલ્લાસના રીત-ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબ શરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે.
 
એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.
 
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.
 
શરદ પૂનમને કોજાગરી લોક્ખી(દેવી લક્ષ્મી)ને પૂજા કરવામાં આવે છ. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, હતંકી, ધનસંપત્તિ, આરી(નાનૂ સૂંપડુ)અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.
 
આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર