સેલવાસમાં યુવતીની હત્યા બાદ યુવકનો આપઘાત, હોટેલમાં યુવકે યુવતીનું ગળુ દબાવ્યું, બાદમાં પોતે આપઘાત કર્યો

બુધવાર, 28 જૂન 2023 (13:28 IST)
selvas news
સેલવાસ ખાતે આવેલી નટરાજ હોટલમાંથી હત્યા અને આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનથી આવેલા યુવક-યુવતીએ હોટેલનો એક રૂમ બુક કર્યો હતો. બાદમાં સાંજે વેઇટર જમવાનું ઓર્ડર લેવા જતાં દરવાજો ન ખોલતા મેનેજરને જાણ કરી હતી. મેનેજરને કંઇક અજુગતુ લાગતાં પોલીસને જાણ કરી, પોલીસે આવીને રૂમ ખોલતાં યુવતીની લાશ બેડ પર પડી હતી અને યુવક પંખે લટકીને ગળે ફાંસો ખાધો હતો. સેલવાસ પોલીસે યુવક યુવતીની લાશનો કબ્જો લઈ આગળની તપાસ ધરી છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના નરીલી રોડ ઉઓર આવેલી નટરાજ હોટલમાં મંગળવારે સાંજે યુવક યુવતીએ રૂમ ભાડે રાખ્યો હતો. રાતે જમવાનો ઓડર લેવા ગયેલા વેઇટરે દરવાજો નોક કરતા રૂમનો દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. જેથી વેઇટરે ઘટનાની જાણ હોટલના મેનેજર અને હોટલ સંચાલકને કરી હતી. મેનેજરે પણ રૂમ ન. 119નો દરવાજો નોક કરીને ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રૂમમાં આવેલા યુવક યુવતીએ રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી કંઇક અજુગતું બન્યું હોવાનો વહેમ જતા હોટલ મેનેજરે સમગ્ર ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરી હતી.

સેલવાસ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા રૂમ ભાડે રાખનાર યુવક પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે યુવતીને ગળે ટુંપો આપી હત્યા કરેલી હાલતમાં લાશ બેડ ઉપર પડેલી હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે સેલવાસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ટીમ ઘટના સ્થળે પહોંચી રૂમ ન. 119ની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે સેલવાસ SP રાજેન્દ્ર પ્રસાદ મીણા સહિત નવા મહિલા IPS અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે હોટલનો રૂમ બુકિંગ કરાવતી વખતે આપેલા આધાર કાર્ડના સરનામુ જોતા આ યુવક રાજસ્થાનથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સેલવાસ પોલીસે હત્યા અને આત્મા હત્યાનો ભેદ ઉકેલવા હોટલના CCTV ફૂટેજ અને હોટલ બુકિંગ વખતે લખાવેલા એડ્રેસ અને ફોન નંબર ઉપર યુવક યુવતીના પરિવાર જનોની શોધખોળ હાથ ધરી હતી. રાજસ્થાનથી સેલવાસ આવવાનું કારણ અને યુવક યુવતી વચ્ચેના સંબંધો અને મોતનું ચોક્કસ કારણ જાણવા હાલ પોલીસ તપાસ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર