કોરોના મૃત્યુસહાય અંગે સરકારને ફટકાર

શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (17:42 IST)
કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે નોંધાયેલ 10 હજાર 579 મોત સામે મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજીઓ મંજુર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે ઘણા રાજ્યોમાં સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજુર કરેલી અરજીઓના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
 
સરકારી ચોપડે અત્યારસુધીમાં 10,579 મોત થયા છે. પરંતુ આની સામે કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે. 
 
કોરોના મૃત્યુ સહાય મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. જેમાં સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ કરવામાં આવી છે, જે પૈકી રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી છે. અગાઉ કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર