Surat Diamond Bourse- સુરતનું ડાયમંડ બુર્સ, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ

રવિવાર, 17 ડિસેમ્બર 2023 (13:20 IST)
Surat Diamond Bourse- દેશ અને વિદેશમાં ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં વિશ્વનું સૌથી મોટું બિલ્ડીંગ ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયુ છે. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ. અહિયાં દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર. શહેરમાં તાજેતરમાં બાંધવામાં આવેલ સુરત ડાયમંડ બુર્સ કટીંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65 હજાર કરતા પણ વધારે હીરા વ્યાવસાયિકો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઓળખ આપવામાં આવી છે.
surat Diamond Bourse
ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 66 લાખ ચોરસ ફૂટ છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં ડાયમંડ બુર્સનું બિલ્ડિંગનું કામ પૂર્ણ થયુ છે અને તે વિશ્વની સૌથી મોટી ઓફિસ- બિલ્ડિંગનો રેકોર્ડ પણ તોડી નાખશે. અત્યાર સુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગન દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન  67 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસ ફૂટ જમીનમાં તૈયાર થયુ છે. આ અર્થમાં, સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.
ડાયમંડ બુર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર