"શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા સ્કૂલ કેમ્પસને કરાયું સેનિટાઇઝ, દરરોજ 200 લોકોને પહોંચાડે છે ભોજન

મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (10:22 IST)
અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા લોકડાઉન દરમ્યાન છેલ્લા કેટલાક દિવસથી કોમ્યુનિટી કિચન ચાલુ  કરવામાં આવ્યું છે. આ કિચનમાં દરરોજ લગભગ 200 જેટલા લોકો માટે રોટલી, શાક, પુરી, પુલાવ, ખીચડી વગેરે પૌષ્ટિક ખાવાનું બનાવીકેમ્પની આસપાસ રહેતા  જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે. સાથે સાથે કેમ્પસ સાથે સંકળાયેલા સફાઈ કર્મીઓ, માળી, ચોકીદાર વગેરે માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી  છે. 
મેનેજમેન્ટ દ્વારા સમગ્ર  કેમ્પસને સેનિટાઇઝ પણ કરવામાં આવ્યું છે, આગામી સમયમાં કેમ્પસની આસપાસના વિસ્તારને પણ સેનિટાઈઝ કરવાની યોજના છે. આ અંગે વધુ જણાવતા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડાયરેક્ટર "ડો. નેહા શર્મા" એ કહ્યું કે કોવીડ-19 મહામારી દ્વારા ઉદ્દભવેલી મુશ્કેલ પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સંભાળ રાખવી એ આપણા બધાની નૈતિક જવાબદારી અને ફરજ છે. "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા સમયાંતરે લોકસેવાના કાર્યો કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર