મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદારઃ SIT

મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (15:20 IST)
Morbi bridge collapse - મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નીમવામાં આવેલ SITએ હાઇકોર્ટમાં 5000 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું પણ નું કહેવું છે.

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે SITની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હતી. SITના રિપોર્ટ મુજબ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ જવાબદાર છે. ઘટનાને લઇ તમામ લોકો જવાબદાર હોવાનું SITના રિપોર્ટમાં ખુલ્યુ છે.

SIT ના રિપોર્ટ મુજબ બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહતો તો ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહોતી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. SITના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. આ સાથે ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ. ટિકિટ વેંચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર