ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-1ની ઓનલાઇન પરીક્ષા 28 ફેબ્રુઆરી અને ઓફલાઇન પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે

શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (09:06 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે આ વર્ષે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી. જેના કારણે આ વર્ષે પરીક્ષા પણ 2 મહિના જેટલો સમય મોડા યોજાઈ રહી છે. કોરોનાને કારણે યુનિવર્સિટીની ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં પરીક્ષા યોજાશે. ઓનલાઇન પરીક્ષા માટે 28 ફેબ્રુઆરી અને ઓફલાઇન પરીક્ષા માટે 15 માર્ચ તારીખ જાહેર કરવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-1ની પરીક્ષા ડિસેમ્બર મહિના સુધીમાં દર વર્ષે પુરી થઈ જાય છે. પરંતુ કોરોનાને કારણે આ પરીક્ષા 2 મહિના મોડા યોજાશે. ઓનલાઇન પરીક્ષા માટે 28 ફેબ્રુઆરી સંભવિત તારીખ અને 15 માર્ચ ઓફલાઇન પરીક્ષા માટે સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ 25 ફેબ્રુઆરીએ ઓનલાઇન મોક ટેસ્ટ આપવી પડશે. ઓનલાઈન મોક ટેસ્ટ આપી હશે તે જ વિદ્યાર્થી ઓનલાઇન ફાઇનલ પરીક્ષા આપી શકશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી આગામી દિવસોમાં જાહેર કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર