ડીજીપી આગળ ઠાલવી વ્યથા: ‘પાન-મસાલાની વ્યવસ્થા કરી આપો તો એક વર્ષ સુધી લૉકડાઉનમાં રહેવા તૈયાર’

સોમવાર, 20 એપ્રિલ 2020 (15:31 IST)
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લોકડાઉન અને કર્ફ્યૂ અંગેની માહિતી આપવા માટે દરરોજ કરવામાં આવતા ફેસબુક લાઇવ ઉપર અમુક નાગરિકો પોતાની વ્યથા ઠાલવતા જોવા મળ્યા હતા. જેમાં એક નાગરિકે કોમેન્ટ કરી હતી કે ‘જો પાન મસાલાની વ્યવસ્થા કરી દેવાની વિનંતી!! જો તેને પાન મસાલાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો તે એક વર્ષ સુધી લોક ડાઉનમાં રહેવા તૈયાર છે’.
 
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ચારેક દિવસથી એફબી લાઇવ મારફતે પત્રકારોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ ફેસબુક લાઈવ દરમિયાન અનેક નાગરિકો પોતાની વાત પોલીસ કમિશનર સુધી પહોંચાડે છે. એક નાગરિકે પોલીસ કમિશનરને મેસેજ કર્યો હતો કે, પાન મસાલાની વ્યવસ્થા કરી આપો તો કે એક વર્ષ સુધી એકરૂમમાં રહેવા તૈયાર છે. 
 
તો અન્ય એક નાગરિકે પોતાના પરિવારને મળવા જવા માટે પોલીસની મદદ માગી હતી. કેટલાકે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. એક નાગરિકે પૂછ્યું હતું કે ઘરના ધાબા પર સૂવું ગુનો બને કે નહિ? જ્યારે અમુક નાગરિકોએ પોતાના વિસ્તારમાં ચાલતા ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસ કમિશનરનું ધ્યાન દોરી પગલાં લેવાની માગણી કરી હતી. 
 
એક નાગરિકે પોલીસ કમિશનરને સમગ્ર શહેરમાં કર્ફ્યૂ નાખી દેવાની પણ રજૂઆત કરી હતી આમ એક કે બીજા સ્વરૂપે નાગરિકો લોકડાઉન દરમિયાન પોતાને નડતા પ્રશ્નોને પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી તેનો નિકાલ આવે તેવી અપેક્ષા સેવી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે.વોટ્સએપ નંબર પર પણ લોકો ફોન કરે છે.
 
પોલીસ દ્વારા લોકો માટે જારી કરવામાં આવેલા વોટ્સઅપ નંબરનો ઉપયોગ માત્ર અને માત્ર ફોટો અને વીડિયો મોકલવા માટે કરવાનો હોય છે. જોકે અનેક નાગરિકો આ નંબર પર ફોન કરી ફરિયાદ કરતા હોય છે. આ મામલે પોલીસ કમિશનરે લોકોને કોઈ ફરિયાદ માટે કન્ટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કરવાની અપીલ કરી છે છતાં લોકો માનતા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર