દેશભરમાં મરચાં માટે જાણિતું માર્કેટયાર્ડ વેપારીઓથી ઉભરાયું, 5 કિમી લાંબી લાઇનો જોવા મળી

રવિવાર, 16 જાન્યુઆરી 2022 (17:38 IST)
દેશભરમાં ગોંડલ યાર્ડ મરચાંના વેપાર માણે જાણિતું માર્કેટયાર્ડ છે. મરચાંની સિઝન શરૂ થતાં પરપ્રાંતના વેપારીઓ પણ અહી ખરીદી માટે આવતા હોય છે. તેથી કાયમ લીલા મરચાંના સારા ભાવથી વેપાર થયો હોય છે.  કડકડતી ઠંડીમાં ખેડૂતો મરચાં વેચવા યાર્ડમાં આવી રહ્યા છે.
 
હજુ આગામી દિવસોમાં મરચાંની આવકમાં વધારો થશે, ગત વર્ષે જે આવક થઇ હતી તેની સામે આવકનું પ્રમાણ વધ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડની બહાર આજે ચારથી પાંચ કિમી લાંબી વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. ત્યારે આજે યાર્ડમાં 50 હજાર જેટલી ભરી મરચાની આવક થઈ છે. હાલ ગોંડલ માર્કેટીંગ યાર્ડના 20 કિલો મરચાના 2500 રૂપિયાથી લઈ અને 3500 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. જે ગત વર્ષે 20 કિલો મરચાનો ભાવ રૂ.500 થી રૂ.2800 બોલાયો છે
 
સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી અને મરચાની બમ્પર આવક થઈ છે. ત્યારે યાર્ડની બહાર મગફળી અને મરચાં ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે આવકમાં વધારો થતાં યાર્ડમાં મગફળી અને મરચા ઉતારવાની જગ્યા નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટયાર્ડમાં  જૂનાગઢ અને જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મરચા વેચવા માટે આવતા હોય છે તેમજ ગોંડલના મરચાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ આંધ્ર પ્રદેશ તેલંગણા સહિતના દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ હોય છે. જેથી તેઓ ખરીદી માટે અહીં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર