‘મન કી બાત’માં પીએમ મોદીએ કઈ ગુજરાતી છોકરીના વખાણ કર્યાં

સોમવાર, 30 જુલાઈ 2018 (12:55 IST)
રિક્ષાચાલકની 16 વર્ષીય દીકરી આફરીનનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં 99.31 પર્સન્ટાઈલ અને 87.13 ટકા સાથે ઉતીર્ણ થનારી અમદાવાદની વિદ્યાર્થિની આફરીન શેખે લોકોનાં દિલ જીતી લીધાં હતા. વડાપ્રધાને મન કી બાતમાં આફરીનનો ઉલ્લેખ કર્યા પછી તેમના ઘરે લોકોના ફોન પર ફોન આવવા લાગ્યા હતા. આફરીન ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે અને તેના પરિવારના જણાવ્યા અનુસાર વડાપ્રધાને આપેલા પ્રોત્સાહન પછી તેની ધગશ વધી છે.   આફરીન અત્યારે ધોળકામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. અને આગળ જઈને તે ડોક્ટર બનવા માંગે છે. તેના પિતા કહે છે કે, અમારા સંબંધીઓ અને સમાજના લોકો માટે આફરીન પ્રેરણા છે. મક્તમપુરાના કોર્પોરેટર મિર્ઝા હાજી અસલમ બેગ કહે છે કે, અમે મકરબા અને જુહાપુરા જેવા વિસ્તારોમાં વધુ સ્કૂલોની માંગ કરી છે જેથી આફરીન જેવી વધુ છોકરીઓ અભ્યાસ કરી શકે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર