ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન, 16મી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી રહેશે બંધ

ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (11:26 IST)
સમગ્ર રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના વાયરસનું જોર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે, તેમ છતાં અમુક જગ્યાઓએ કોરોના વિસ્ફોટના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે તે સમયે ગુજરાત હાઈકોર્ટની કામગીરી 16મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર સંકુલમાં સેનેટાઇઝેશન અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
 
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર સંકુલ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાવાની હોવાથી આ ચાર દિવસ દરમિયાન કોર્ટની તમામ જ્યુડિશીયલ અને વહીવટી કામગીરી બંધ રહેશે. હવે ચાર દિવસ તંત્ર દ્વારા કોર્ટનો તમામ સ્ટાફ ક્વોરોન્ટાઈન થશે અને હાઇકોર્ટ પરિસરનો તમામ સ્ટાફ અને રજીસ્ટ્રી વિભાગનો સ્ટાફ કોરોના ટેસ્ટ કરાવશે. 16 થી 19 ઓક્ટોબર દરમિયાન જે કેસોની સુનાવણી નિયત કરવામાં આવી હતી તે કેસોની સુનાવણી 20મીથી હાથ ધરવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે આ માટે ગુજરાત હાઇકોર્ટ ૧૬મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર દરમિયાના ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યો છે. ચીફ હાઈકોર્ટના કેમ્પસમાં સ્થિત તમામ કાર્યાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ, રજીસ્ટ્રી સ્ટાફના કર્મીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના પરિસરમાં સ્થિત તમામ બ્લિડિંગ્સમાં સેનિટાઈઝેશન અને સ્વચ્છતાની કામગીરી ધરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર