બોપલના બંગલામાંથી પકડાયો વિદેશી દારૂ, ભેળસેળ કરી બ્રાન્ડના નામે મોંધાભાવે વેચાતો હતો દારૂ

મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (11:20 IST)
ગુજરાતમાં એક તરફ લોકો દારૂબંધીના નામે આદોલનો કરી રહ્યા છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે વધુ એક દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. બોપલના વિભુષા બંગ્લોઝમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો બોપલ પોલીસે ઝડપી પાડ્યો છે. બોપલ પોલીસને ચોક્કસ બાતમી મળતા વિભુષા બંગ્લોઝામં રેડ કરતા 5 લાખતી વધુના દારૂ સાથે મહીન્દ્રા કાર તથા બુલેટ બાઈક સાથેનો 9 લાખનો મુ્દાદમાલ જપ્ત કર્યો છે. 
 
બ્રાન્ડના નામે સસ્તો દારૂ ભેળવીને દારૂનું વેચાણ કરતા હતા, સાથે સાથે જાણે દારૂ બનાવાવની ફેક્ટરી ખોલી હોય તેમ બ્રાન્ડના સ્ટીકર અને કાચની બોટલ પણ મળી આવી છે અને ખાલી બોટલમાં સસ્તો દારૂ ભરીને બ્રાન્ડના નામે મોધો દારૂ વેચાતો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં મકાન કમલ નામનો હરીયાણામાં રહેતા વ્યક્તીને ભાડે આપ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. જોકે હાલ તો બોપલ પોલીસે મકાન માલીકનો સંપર્ક કરી કેટલા સમયથી ભાડે આપ્યુ હતુ તેની તપાસ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર