ગાંધીનગર કોર્ટે આસારામને આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી કાઢી

શનિવાર, 30 જાન્યુઆરી 2021 (23:21 IST)
કિશોરી સાથે બળાત્કારના કેસમાં ઉંમરકેદની સજા હેઠળ જેલની હવા ખાઇ રહેલા આસારામને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની એક કોર્ટે આસારામની વચગાળાની અરજીને નકારી કાઢી દીધી છે. આસારામએ પત્નીની હાર્ટ સર્જરીને લઇને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 
 
નારાયણ સાંઇની 77 વર્ષીય માતાની 1 ફેબ્રુઆરીના રોજ હાર્ટની સર્જરીના લીધે ગુજરાત હાઇકોર્ટે આસારામના પુત્ર નારાયણ સાંઇને 3 દિવસની વચગાળાના જામીન આપ્યા છે. 
 
જોકે ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઇને જામીન આપતાં કહ્યું કે ત્રન દિવસ દરમિયાન સુરત અથવા અમદાવાદના કોઇપણ આશ્રમમાં નારાયણ સાંઇ જઇ શકશે નહી. આ વચગાળાના સમય દરમિયાન તે ફક્ત પોતાની માતાને હોસ્પિટલની મુલાકાત લઇ શકશે.  
 
સુરતની બે બહેનોમાંથી મોટી બહેન દ્રારા દાખલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આશારામ બાપૂએ 1997 થી 2006 વચ્ચે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશ્રમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે નાની બહેને આરોપ લગાવ્યો છે કે સુરતના આશ્રમમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.  
 
વર્ષ 2013માં શાહજહાંપુરની રહેવાસી 16 વર્ષની છોકરીએ આસારામ પર તેની સાથે જોધપુર આશ્રમમાં રેપનો આરોપ લગાવ્યો હતો. 2018માં રાજસ્થાનની જોધપુર કોર્ટે આસારામને ઉંમરકેદની સજા સંભળાવી હતી. 
 
જ્યારે પુત્ર નારાયણ સાંઇને સુરતની કોર્ટે એક મહિલા સાથે બળાત્કારના મામલે ઉંમરકેદની સજા સંભળાવી હતી. પિતા-પુત્ર બંને ગત કેટૅલાક વર્ષોથી જેલની હવા ખાઇ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર