IPL 2021 PBKS vs CSK:બોલરોના દમ પર ચેન્નઈએ પંજાબને હરાવ્યુ, દીપક ચાહરે લીધી ચાર વિકેટ

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (23:00 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)2021ની આઠમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પંજાબ કિંગ્સને એકતરફા મેચમાં 6 વિકેટથી હરાવ્યુ. ફાફ ડુપ્લેસી (36) અને મોઈન અલીની 46 રનની રમતને કારણે સીએસકેએ 107 રનના લક્ષ્યને માત્ર 15.4 ઓવરમાં મેળવી લીધુ પંજાબની તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી. આ પહેલા ટૉસ હાર્યા પછી પંજાબ કિંગ્સની ટીમે પહેલા બેટિંગ કરતા યુવા બેટ્સમેન શાહરૂખ લ્હાનની 47 રનની રમતના દમ પર 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 106 રન બનાવ્યા હતા. દીપક ચાહરે શ્રેષ્ઠ બોલિંગ કરતા પોતાની ચાર ઓવરની સ્પૈલમાં માત્ર 13 રન આપીને ચાર વિકેટ લીધી.  આ ચેન્નઈની આ સીઝનની પ્રથમ જીત છે. 

 
- મયંક અગ્રવાલ શૂન્ય રને દિપક ચહરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. અગ્રવાલ પાસે ચહરના આઉટ-સ્વિંગરનો કોઈ જવાબ નહોતો
9 ઓવર બાદ પંજાબ કિંગ્સ 45/5, શાહરૂખ ખાન 12 અને જય રિચાર્ડસન 7 રન બનાવીને રમી રહ્યા છે. શાર્દુલ ઠાકુરની બીજી ઓવરથી શાહરૂખ અને રિચાર્ડસને 11 રન લીધા  
- 8 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર  34/5, શાહરૂખ ખાન 7 અને ઝાય રિચર્ડસન 1 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબને હાલ પાર્ટનરશિપની જરૂર છે. રવિન્દ્ર જાડેજાએ તેની પહેલી ઓવરમાં 8 રન આપ્યા હતા 
- 6.2 ઓવરમાં દીપક હૂડાએ દીપક ચહરે ફાફ ડુપ્લેસીને પકડાવ્યો કેચ, દિપક 15 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દીપક ચહરે તેની ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

ALL LIVE UPDATES:
 
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન:ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસી, સુરેશ રૈના, મોઇન અલી, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સૈમ  કરન, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.
 
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન: કેએલ રાહુલ (કેપ્ટન) મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, દિપક હૂડ્ડા, નિકોલસ પૂરન, શાહરૂખ ખાન, ઝાય રિચર્ડસન, મુરુગન અશ્વિન, રિલે મેરિડિથ, મોહમ્મદ શમી, અરશદિપ સિંહ.
 

11:28 PM, 16th Apr
 - ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યુ 
- 14.3 ઓવરમાં મોહમ્મદ શમીની બોલ પર અંબાતી રાયડૂ શૂન્ય રને આઉટ 
-  14.2 ઓવરમાં સુરેશ રૈના મોહમ્મદ શમીના હાથે આઉટ થયો. રૈનાએ 9 બોલમાં 8 રન બનાવ્યા હતા 
- 14 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સ 97/2, ફાફ ડુપ્લેસી 33 અને સુરેશ રૈના 6 રન બનાવીને રમી રહ્યા છે. ચેન્નઈને હવે જીતવા માટે માત્ર 10 રનની જરૂર છે

09:29 PM, 16th Apr
- પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 106 રન બનાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે 107 રન બનાવવા પડશે. 

08:39 PM, 16th Apr
- 12.1 ઓવરમાં મોઇન અલીની ઓવરમાં ઝી રિચાર્ડસન ક્લીન બોલ્ડ થયો. તેણે 22 બોમાં 15 રન બનાવ્યા. 
- 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર  52/5, ઝાય રિચર્ડસન 10 અને શાહરૂખ ખાન 15 રન બનાવીને રમી રહ્યા છે. મોઇન અલીએ પોતાની  પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આપ્યા. 
- 10 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 48/5, શાહરૂખ ખાન 13 અને ઝાય રિચાર્ડસન 8 રન બનાવીને રમી રહ્યા છે. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 22 રનની ભાગીદારી કરી ચુક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર