ગુજરાત હાઈકોર્ટમાં મેળવો સરકારી નોકરી આ રીતે કરવી અરજી

શુક્રવાર, 28 એપ્રિલ 2023 (13:52 IST)
Gujarat High court Vacancy- ગુજરાત હાઈકોર્ટમા જીલ્લા જજનો પદ રિક્ત છે. આ પદ માટે આધિકારિક વેબસાઈટ  hc-ojas.gujarat.gov.in પર જઈને આવેદન કરી શકીએ છે. ગુજરાત હાઈકોર્ટમં સરકારી નોકરી મેળવવાના સોનેરી અવસર છે. હાઈકોર્ટએ ડિસ્ટ્રિક્ટ જજના પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. જો તમે હાઈકોર્ટમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો ઑનલાઈન આવેદન કરી શકો છો. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવાર નોકરી માટે આધિકારીક વેબસાઈટ  hc-ojas.gujarat.gov.in  પર જઈને અરજી કરી શકે છે. યુવાઓથી કહ્યુ છે કે જીલ્લા જજ પદ માટે 5 મે સુધી આવેદન કરી શકે છે. 
 
જીલ્લા જજના પદ પર નિમણૂક માટેની પ્રારંભિક પરીક્ષા 11 જૂને યોજાશે. મુખ્ય લેખિત પરીક્ષા અને વિવા ટેસ્ટ 16મી જુલાઈ અને સપ્ટેમ્બર 2023ના રોજ લેવામાં આવશે. આ ભરતી અભિયાન અંતર્ગત જિલ્લા ન્યાયાધીશની 57 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ માટે વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને SC, ST અને સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો માટે, ઉંમર 48 વર્ષથી વધુ ન હોવી જોઈએ. યુવાનોને કહેવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અન્ય માહિતી માટે સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર