સરકાર રાજકીય વેર વસૂલવા પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી રહી છે : હાર્દિક પટેલ

બુધવાર, 29 જાન્યુઆરી 2020 (15:16 IST)
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે 25-8-2015ા રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં રાયોટિંગ સહિતના આરોપો હેઠળ નોંધાયેલા કેસમાં ધરપકડથી બચવા સિટી સેશન્સ કોર્ટમાં હાર્દિક દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે પોલીસ અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી 30મી જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.  હાર્દિક પટેલની રજૂઆત છે કે 25-8-2015ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે થયેલી અનામત સભા સમયે વસ્ત્રાપુર પોલીસે હાર્દિક પટેલ સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટિંગ, ગેરકાયદે મંડળી, સરકારી અમલદારને ફરજમાં રૂકાવટ અને જાહેર સંપત્તિને નુકસાનના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. આગોતરા જામીન અરજીમાં રજૂઆત છે કે રાજકીય અદાવતના કારણે સરકાર પોલીસ તંત્રનોદુરૂપયોગ કરી છરહી છે. સરકાર હાર્દિક સામે રાજકીય વસૂલવા માટે આ કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ જામીન અરજીમાં કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં ક્યાંય હાર્દિક સામે એફ.આઇ.આર. નોંધાઇ શકે તોવા સંજોગો નથી. રાજકીય દબાણ ના કારણે પોલીસ આ ગુનામાં હાર્દિકની ધરપકડ કરવા તેના ઘરે આવી રહી છે. હાર્દિક પટેલની રજૂઆત છે કે તે રાજકીય અને સામાજિક નેતા છે. તેથી આગોતરા જામીનનો લાભ મેળવી તે નાસી છૂટે તેવી કોઇ શક્યતા નથી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર