GTUની પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત: પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની ફી લેવાશે

સોમવાર, 25 મે 2020 (12:15 IST)
GTUની પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત થઈ છે. હવે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હશે તેની જ ફી લેવાશે.પરીક્ષા નહી આપનાર વિદ્યાર્થીઓ પાસેથી ફીલેવામાં આવશે નહીં. શિક્ષણમંત્રીની જાહેરાત બાદ GTUએ આ નિર્ણય લીધો છે.  રાજ્યની સૌથી મોટી અને સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુ દ્વારા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લઈ શકવા માટે વિદ્યાર્થીઓની MCQ બેઝ મોક ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે આ મોક ટેસ્ટ યોજાઈ હતી. જો કે આ મોક ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક ટેકનિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓનો બપોરના 12થી 12:30નો સમય નક્કી કર્યો હતો. ત્યાર બાદ 1 વાગ્યે સાઈટ પર એરર આવવા લાગી હતી અને ઓપ્શન પણ બતાવતા નહોતા. આ ટેકનિકલ ક્ષતિઓને કારણે સમય બદલીને 1:30 વાગ્યાનો કર્યો હતો. જો કે આમ છતાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા વિદ્યાર્થીઓને 2 વાગ્યાથી 2:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયે મોક ટેસ્ટ કોઈપણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઈ ગઈ હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર