ગ્રેડ પે આંદોલનઃ પોલીસ જવાનોના સોશિયલ મીડિયા ઉપયોગમાં આચારસંહિતા લાગુ

મંગળવાર, 21 જુલાઈ 2020 (14:22 IST)
પોલીસ ફોર્સના જવાનો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની આચાર સહિતા પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જે મુજબ, સોશિયલ મીડિયાનો ઉપયોગ પોલીસ ફોર્સ દ્વારા નહિવત કરી શકાય. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવા માટે આચાર સહિતામાં કડક અમલની વાત કરાઈ છે. ગુજરાત પોલીસમાં આચાર સંહિતાનો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં અને ખાતાકીય તપાસની પણ જોગવાઇ કરતો પરિપત્ર રાજ્ય પોલીસ વડાએ બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મહિલા એલઆર સુનિતા યાદવની ઘટના અને ગ્રેડ પે આંદોલનને પગલે ડીજીપી શિવાનંદ દ્વારા આ નિર્ણય જાહેર કરાયો છે.  રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે ડીજીપીનો સોશિયલ મીડિયા ઉપયોગ અંગે પરીપત્ર જાહેર કર્યો છે. જે મુજબ, કર્મચારીઓએ રાજકીય કે સાંપ્રદાયિક પોસ્ટ ન કરવી. તેમજ વિભાગ કે સરકારની ટીકા કરતી પોસ્ટ ન કરવી. થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામા ગ્રેડ પે મુદ્દે આંદોલન થયું હતું. ત્યારે આ આંદોલન દ્વારા કોઈપણ ગ્રુપમાં ન જોડાવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયાની તમામ નેટવર્કિંગ સાઈટ્સ આ પરિપત્રના ઉપયોગમાં સમાવિષ્ટ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટેની આચારસંહિતાનું પાલન થવું જોઈએ, જેથી પોલીસ દળના સભ્યો એવું કંઈ પણ પોસ્ટ ન કરે જેનાથી કાયદા દ્વારા લાદવામાં આવેલ નિયંત્રણોનું ઉલ્લંઘન થાય. ફરજના સંબંધમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, પોલીસ વિભાગ અથવા સરકારની ટીકા કરતી, જાહેર ટિપ્પણી કરતી પોસ્ટ ન કરવી જોઈએ. પોલીસ કર્મચારીઓએ માત્ર પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે. પરંતુ રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે. ખાનગી હેતુ માટે જો સોશિયલ મીડિયાનો કોઇ પોલીસકર્મી ઉપયોગ કરે તો તેણે સ્પષ્ટ કરવું પડશે કે તે તેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને સત્તાવાર નથી અને આવી ટીપ્પણી તેમની સેવાના નિયમોથી વિપરીત નથી.a

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર