ખૈલૈયાઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, નવરાત્રિને લઈ મોટું નિવેદન આપ્યું

રવિવાર, 4 ઑક્ટોબર 2020 (15:23 IST)
ગુજરાતીઓ માટેનો સૌથી મોટો ઉત્સવ મનાતી નવરાત્રિ યોજવાની મંજૂરી મળશે કે નહીં એ મુદ્દે હાલ દરેક કોઈ વિચારમાં છે  ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. નવરાત્રિને લઈ મોટું નિવેદન આપ્યું છે. અને શેરી ગરબાને લઈ હાલ રૂપાણી સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું છે. 
 
આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. નવરાત્રિ મુદ્દે નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે. શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેની વિશે ચર્ચા કરવાની વાત કરી છે. નીતિન પટેલના આજના નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, કોરોના વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે.નવરાત્રિને લઈ મોટું નિવેદન આપ્યું છે. અને શેરી ગરબાને લઈ હાલ રૂપાણી સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર