હજુ વધુ કેટલા લોકોનો જીવ લેશે કોરોના ? ફરી તૂટ્યા બધા રેકોર્ડ, એક જ દિવસમાં 2 લાખ 16 હજાર કેસ, મોતના આંકડાએ વધારી ચિંતા

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (09:38 IST)
કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર ભારતમાં તાંડવ મચાવી રાખ્યો છે. રોજ કોરોના વાયરસના નવા અને બિહામણા રેકોર્ડ બની રહ્યા છે. જેનાથી દેશમાં ભયનુ વાતાવરણ બન્યુ છે.  કોવિડના મામલા સતત વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 16 હજારથી વધુ જોવા મળી છે. ભારતમાં કોવિડ 19 ના એક દિવસમાં રેકોર્ડ બે લાખથી વધુ કેસ સામે આવ્યા પછી આ બીમારીની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 15 લાખને પાર ચાલી ગઈ છે. મહામારીની શરૂઆત પછીથી અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે, જ્યા એક દિવસમાં 2 લાખ 26 હજારથી વધુ કેસ મળ્યા. એક દિવસમાં એક લાખથી બે લાખ કોરોના કેસ આવ્યાની આ યાત્રા ફક્ત દસ દિવસમાં પુરુ થયુ જે બતાવે છે કે કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે. 
 
આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ  દેશમાં ગુરુવારની રાત સુધી  કોરોના વાયરસના એક દિવસમાં 216,850 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 1183 લોકોનાં મોત નીપજ્યાં છે. સંક્રમણ શરૂ થયા પછી એક જ દિવસમાં જોવા મળેલા આ નવા કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ છે. કોરોનાની બીજી લહેર  હવે પ્રથમ લહેરને ઘણી પાછળ છોડી ચુકી છે. અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,42,87,740 થઈ ગઈ છે. કોરોનાથી પીડિત લોકો માટે રિકવરી પ્રાપ્ર્તિનો દર ઘટીને 89.51 ટકા થઈ ગયો છે. 
 
કોરોનાથી થનારા મોતના આંકડામાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. મહામારીથી મરનારાઓની કુલ સંખ્યા 174335 થઈ ગઈ છે. સારવાર કરાવતા લોકોની સંખ્યા વધીને 1563588 થઈ ગઈ છે. અત્યાર સુધે એ 12543978 કોરોના દર્દી ઠીક થઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે સતત 36માં દિવસે કોરોનાના કેસ દેશમાં વધી રહ્યા છે. આ દરમિયાન તમામ રાજ્યની સરકાર પણ કોરોના પર કાબુ મેળવવા માટે અનેક પ્રકારની રોક લગાવી રહી છે, પણ જે ગતિથી કોરોના વધી રહ્યો છે એવામાં સવાલ એ છે કે શુ હવે લોકડાઉન જ વિકલ્પ છે ?  
 
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,152 નવા કેસ નોંધાયા છે અને 3023 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ જિલ્લા અને ગાંધીનગર શહેરમાં 2-2, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર જૂનાગઢ, સુરત અને વડોદરા જિલ્લામાં 1-1 મળી કુલ 81 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર