કોરોનાનું વિસ્ફોટ થતાં ગુજરાતમાં આ જગ્યાએ અપાયું 12 દિવસનું લોકડાઉન, આવતી કાલથી લાગું

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (20:35 IST)
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના પોઝિટીવના કેસો વધી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં મનપા દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. સુરતમાં કોરોનાને હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ બન્ને દિવસે ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સુરતના માંગરોળને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના માંગરોળમાં 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે.
 
 માંગરોળ તાલુકામા અત્યાર સુધીમાં 495 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. જ્યારે તાલુકામાં 18 લોકોના મોત થઇ ચુક્યા છે. આવતી કાલથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર