સોસાયટીમાં ૧૦૦ વ્યક્તિઓ રસી મૂકાવવા તૈયાર છો? તો પાલિકા ઘરઆંગણે રસી મૂકવા આવશે

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (19:45 IST)
કોરોના સંક્રમણ સામે લડવા અને સુરતવાસીઓને સુરક્ષિત કરવાં સુરત મહાનગરપાલિકાએ ઓન-સાઈટ વેક્સીનેશનની આવકારદાયક પહેલ કરી છે. શહેરની કોઈ પણ સોસાયટી, સંસ્થા કે સમાજના ૪૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતાં ૧૦૦ વ્યક્તિઓનું ગ્રુપ સામૂહિક રસી મૂકાવવા તૈયાર હોય તો પાલિકાની ટીમ તેમના ઘરઆંગણે રસી મૂકવા આવશે. આ માટે મનપા તંત્રએ ઝોન વાઈઝ હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. જેતે ઝોનમાં આવતી સોસાયટીઓના રહેવાસીઓ કોલ કરીને સામૂહિક રસીકરણ કરાવી શકે છે.
 
આ પહેલ હેઠળ વેસ્ટ ઝોન(રાંદેર) વિસ્તારના અડાજણ, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, રાંદેર, રાંદેર ગામતળ, ગોરાટ, રામનગર,જહાંગીરપુરા, પાલ, વરિયાવ, તાડવાડી માટે હેલ્પ લાઈન નં. ૯૭૨૪૩ ૪૬૦૨૫ ઉપર કોલ કરવો.
 
સેન્ટ્રલ ઝોન હેઠળ ચોક, મુગલસરાઈ, નાનપુરા, મકાઈપુલ, રૂસ્તમપુરા, સગરામપુરા, રૂદરપુરા, નવાપુરા, સલાબતપુરા, મોતી ટોકીઝ, બેગમપુરા, કાંસકીવાડ, મહિધરપુરા, સૈયદપુરા, રૂઘનાથપુરા, ગોપીપુરા, વાડીફળીયા, ચૌટાપુલ, ધાસ્તીપુરા,વાંકી બોરડી, ઉનાપાણી રોડ માટે હેલ્પલાઈન નં. ૯૭૨૭૭ ૪૦૯૩૨ ઉપર સંપર્ક કરવો.
 
નોર્થ ઝોન (કતારગામ)માં આવતાં ગોતાલાવાડી, ઝીલપાર્ક, અંખડઆનંદ, કતારગામ, વેડ, ડભોલી, નાની બહુચરાજી, ફુલપાડા, પારસ, ઉત્રાણ, છાપરાભાઠા, કોસાડ, વસ્તાદેવડી માટે હેલ્પલાઈન નં. ૯૭૨૪૩૪૬૦૧૧ ઉપર સંપર્ક કરવો.
 
પૂર્વઝોન-એ(વરાછા)માં આવતાં નવાગામ, અશ્વિનીકુમાર, કરંજ, ભાગ્યોદય, લંબેહનુમાન રોડ, કાપોદ્રા, પુણા, ધનવર્ષા માટે હેલ્પલાઈન નં. ૯૭૨૪૩૪૬૦૩૧ જ્યારે પૂર્વઝોન-બી (સરથાણા)માં નાના વરાછા, સરથાણા, પૂણા, સીમાડા, મોટા વરાછા માટે હેલ્પલાઈન નં. ૯૭૨૪૩૪૬૦૩૧ ઉપર સંપર્ક કરવો. 
 
સાઉથ ઝોન(ઉધના)માં આવતાં ખટોદરા, ઉધના, મીરાનગર, ઉધનાસંઘ, વિજયનગર, પાંડેસરા, સોનલ ભેદવાડ, પાંડેસરા હાઉસીંગ બોર્ડ, બમરોલી, ભેસ્તાન, ઉન,ગભેણી, વડોદ, ખરવરનગર, જીઆવ માટે હેલ્પલાઈન નં. ૯૭૨૪૩૪૬૦૬૦ ઉપર સંપર્ક કરવો.
 
સાઉથ વેસ્ટ ઝોન (અઠવા)ના ઉમરા, ભટાર, સિટીલાઈટ, અઠવા, આંજણા, અલથાણ, પીપલોદ, પાર્લેપોઈન્ટ, વેસુ, ડુમસ, ખજોદ, ભીમરાડ, ખટોદરા, રૂંઢ, પનાસ, કરીમાબાદ, ભીમપોર માટે હેલ્પલાઈન નં. ૯૭૨૪૩૪૬૦૧૫ ઉપર સંપર્ક કરવો.
 
સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત)માં ઉમરવાડા, આંજણા, મગોબ, મીઠીખાડી, ઈશ્વરપુરા, લિંબાયત, ઉધના યાર્ડ, નવાગામ, પરવટ, ગોડાદરા, ડિંડોલી, ભરતનગર, મહાપ્રભુનગર, આંબેડકરનગર, નવાનગર વિસ્તાર માટે હેલ્પલાઈન નં. ૯૭૨૪૩૪૬૦૪૯ ઉપર સંપર્ક કરવા મનપા દ્વારા જણાવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર