અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકીનો પાકિસ્તાનથી ઇ-મેઇલ થયા હોવાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો

શુક્રવાર, 10 મે 2024 (13:24 IST)
અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં ઈ-મેલમાં ISIની સંડોવણી ખુલી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમે મોટા ખુલાસા કર્યા છે. તેમાં ISI દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા મેઈલ કર્યા હતા તથા વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો છે.

દિલ્હી, અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી હતી. વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો છે. તેમાં ISIના તૌહીદ લિયાકતના નામે ID બનાવી મેઈલ કરાયા હતો. અમદાવાદમાં મતદાન પહેલા સ્કૂલોને મેઈલ મારફતે ધમકી મળવાના મામલે ISI દ્વારા ચુંટણીમા ભય ફેલાવવા મેઈલ કર્યા હતા. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમે ISI ની સંડોવણી અંગે ખુલાસા કર્યા છે. તેમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યુ છે.તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપ મચી ગયો હતો. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન હતુ. અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક સ્કૂલોને ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા હતા, જેને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે હાલમાં ત્યાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવેલ ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર