આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, બસ-ટ્રક વચ્ચે ટક્કર 14 મુસાફરોના ગયા જીવ, 31 ઘાયલ

ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (11:11 IST)
Agra-Lucknow Expressway Accident:યુપીના ફિરોજાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસ ટ્રકમાં જઈ ઘુસી. આ ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે કે 31 અન્યને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.  આ ઘટના ફિરોજાબાદ ઈટાવાના બોર્ડર પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર રાત્રે લગભગ 10 વાગે બની. 
tweet
ખાનગી ડબલ ડેકર બસ નંબર UP-53-FT-4629 એ રોડ પર ઉભેલા 22 વ્હીલવાળા ટ્રક(UP-22-AT-3074) ને પાછળથી ટક્કર મારી હતી. ટ્રકમાં પંચર થયું હોવાના કારણે તે સડક કિનારે ઉભો હતો.
 
એએસપી સચિન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, બસમાં 40-45 લોકો સવાર હતા. તમામ ઘાયલ મુસાફરોને સૈફઈની મીની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો કે અત્યાર સુધી ઘટનાના સાચા કારણો જાણી શકાયા નથી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ડ્રાઈવરને ઝપકી આવી ગઈ હશે અને આ દરમિયાન આટલી મોટી દુર્ઘટના બની ગઈ. જો કે આગરા-ખનૌ વે ખૂબ પહોળો રસ્તો છે અને હાલ હવામાન પણ સાફ છે.  ક્યાક પણ કોઈ ધુમ્મસ નથી આવામાં ઘટનાનુ સાચુ કારણ તપાસ પછી જ જાણ કરી શકશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર