Loksabha 2024 - લોકસભાની ચૂંટણીમાં AAPના ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા, ભાજપના મનસુખ વસાવા સામે ચૂંટણી લડશે

મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (15:39 IST)
AAP's Chaitar Vasava enters Lok Sabha elections
કેજરીવાલની લીલીઝંડી મળ્યા પછી ચૈતર વસાવાએ મીડિયા સામે આ જાહેરાત કરી હોવાનું સુત્રોએ જણાવ્યું
ઈસુદાને ગઈકાલે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ આજે કોંગ્રેસે હાથ ખંખેરી નાંખ્યા
 
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત થતાં ઘણા નેતાઓએ અત્યારથી લોકસભાની ટિકિટ મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની દેડિયાપાડા સીટ જીતેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરાત કરી દીઘી છે કે પોતે ભરૂચ સીટ પરથી ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઊતરશે. સુત્રોનું કહેવું છે કે, કેજરીવાલની લીલીઝંડી મળ્યા પછી ચૈતર વસાવાએ મીડિયા સામે આ જાહેરાત કરી છે.
 
ભરૂચની લોકસભા સીટ પરથી ચૂંટણી લડીશઃ ચૈતર વસાવા
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી લડવાના છે અને પાર્ટી હાઈ કમાન્ડને પણ તેમણે કહ્યું છે તેઓ ભરૂચની લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. અહીંથી તેઓ ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટક્કર આપશે.વિધાનસભાના પરિણામ મુજબ જોઈએ તો રાજ્યની બારડોલી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને જામ જોધપુર બેઠક પર અમે બીજા નંબરે રહ્યા છીએ.આ બેઠકો પર અમારું ફોકસ રહેશે અને I.N.D.I.A ટીમના ગઠબંધનમાં અમે આટલી સીટનો દાવો કરીશું. સ્થાનિક લોકોની ઈચ્છા અનુસાર હું લડવા તૈયાર થયો છું. લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. જેથી હું ભરૂચ લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન સાથે લડીશ. 
 
કોંગ્રેસે ગઠબંધનને લઈ હાથ ખંખેરી નાંખ્યા
બીજી બાજુ એવું પણ છે કે હાલ UCC અને આદિવાસીઓ પર ચાલતા અત્યાચારને લઈને આદિવાસી પટ્ટી પર આદિવાસી સમાજનો ખૂબ વિરોધ છે. ત્યારે આદિવાસી સમાજ એક થઈને પરિવર્તન કરે એવી પણ શક્યતાઓ છે.ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26એ 26 બેઠક તો ભાજપ પાસે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવશે. તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જ્યારે કોંગ્રેસે ગઠબંધનને લઈ હાથ ખંખેરી નાંખ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર