વડોદરા નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, 9ના મોત 17 ઘાયલ

બુધવાર, 18 નવેમ્બર 2020 (09:20 IST)
વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
 
હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર ખાતે કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું...
 
મરનાર લોકોમાં 5 મહિલા, 3 પુરુષ, એક બાળકનો સમાવેશ થાય છે, જ્યારે 17 ઈજાગ્રસ્તોને જિલ્લાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટેમ્પોમાં સવાર થઈને લોકો પાવાગઢ મંદિરે દર્શાનાર્થે જઈ રહ્યા હતા. સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો  જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
અકસ્માતમાં મૃતકોની યાદી
 
-હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11)
-ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11)
-દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા
-દેવાંશી બિજલ ખડીયા
-નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા
-પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા
-દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા
-ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા
-રૂતિક જીન્જુવાડીયા
-ખોડાભાઇ ચુનાભાઇ આહીર

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર