રાજકોટમાં લોકડાઉનને લીધે બેકારીથી કંટાળીને આપઘાત કર્યો

બુધવાર, 13 મે 2020 (13:20 IST)
લોકડાઉનને લીધે તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. આવી પરિસ્થિતિમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા લોકો માટે તો આફતના દિવસો આવી ગયા છે. ત્યારે મૂળ લોધિકાના ચીભડા ગામનો અને રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ખોડિયાર પાર્કમા મોટાભાઈ સાથે રહી ચાંદીકામ કરી ગુજરાન ચલાવતા નીરવ બાબુભાઇ ભાડુકીયા નામના યુવાને કામધંધો બંધ હોય બેકારીથી કંટાળી ગત રાત્રે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના ASI યુ.બી. પવારે જણાવ્યું હતું કે, યુવાને બેકારીથી કંટાળી આપઘાત કર્યો છે.  થોડા દિવસ પહેલા જ રાજકોટના કુવાડવા ગામે રહેતા 95 વર્ષના વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કર્યો હતો. બીડી વગર તેને કુદરતી હાજતે જવાની તકલીફ પડી રહી હતી. આથી તેઓ આખરે કંટાળ્યા હતા અને ઘરના રૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટમાં એક યુવાનને તમાકુ ન મળતા અગ્નિસ્નાન કર્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર