હાર્દિક પટેલને સાથ આપવા કોંગ્રેસ આગળ આવી, 24 કલાક માટે ઉપવાસ પર બેસવાની આપી ધમકી

શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (10:34 IST)
ગુજરાત કોંગ્રેસે ગુરૂવારે જાહેરાત કરી કે જો રાજ્ય સરકાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વાતચીત નહી કરે તો તે તેમના સમર્થનમાં શુક્રવારે 24 કલાકનો ઉપવાસ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોગ્રેસના નેતાઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત કરી હતી. કોગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા આવતીકાલથી 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, સરકાર અમારી રજૂઆતને ગંભીરતાથી લે અને કોઇ ઉકેલ નહી લાવે તો કોગ્રેસ આવતીકાલથી રાજ્યવ્યાપી ધરણા કરશે.
 
પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધનાની અને લગભગ 25 ધારાસભ્યો સહિત પ્રદેશ કોંગ્રેસના ત્રીસ નેતાઓએ ગુરૂવારે પટેલના ઉપવાસના સંબંધમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પ્રતિનિધિમંડળે માંગ કરી કે રાજ્ય સરકાર પટેલ સાથે વાતચીત શરૂ કરે અને કૃષિ ઋણમાફી સાથે સંબંધિત તેમની માંગ માની લે.  ગાંધીનગરમાં રૂપાણી સાથે ભેટ કર્યા પછી ધનાનીએ સંવાદદાતાઓને કહ્યુ, જો રાજ્ય સરકાર અમારી માંગ પર સકારાત્મક જવાબ નહી આપે તો કોંગ્રેસ હાર્દિકના સમર્થનમાં શુક્રવારે અગિયાર વાગ્યાથી રાજ્યના દરેજ જીલ્લા મુખ્યાલયો પર 24 કલાક ઉપવાસ પર બેસશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર