આ વખતની નવરાત્રીમાં ટેટુની નવી થીમ, કોલેજિયનોમાં ઉરીના શહીદોને શ્રદ્ધાંજલિથી બેનની વિદાય સુઘીના ટેટુની માંગ

બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (12:33 IST)
નવરાત્રિને હવે ગણ્યાંગાંઠ્યા દિવસોની વાર છે ત્યારે શહેરની બજારોથી લઈને ગરબાના મેદાનો સુધી નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના કોલેજીયન યુવક-યુવતીઓમાં નવરાત્રી દરમ્યાન છવાઇ જવા અનેક અખતરા થઈ રહ્યાં છે. આ અખતરામાં હવે જાણે રાજકારણને પણ આવરી લેવામાં આવ્યું છે. આ વર્ષે ઉરી એટેકના શહીદોને શ્રદ્ધાંજલિ, આનંદીબેન પટેલની વિદાય અને અમેરિકાની ચૂંટણી ઈન ડિમાન્ડ છે.

નવરાત્રિનું ડ્રેસિંગ દિવસને દિવસે બદલાઈ રહ્યું છે કોટનના સ્થાને હવે યંગસ્ટર્સ પ્લાસ્ટિક ટાઈપ સિલ્કના ચમકદાર કપડાં વધુ પહેરે છે. જેની સામે ટેટુ પણ તેવા જ ચમકદાર ડિમાન્ડ કરે છે. લોકો હવે ઓર્નામેન્ટ્સનો ખર્ચો બચાવવા અને ટ્રેન્ડી દેવાખા તેના પણ ટેટુ દોરાવે છે. કેટલાક કોલેજિયનોએ એક્સપર્ટ પાસેથી ઉરીના શહીદોને શ્રદ્ધાંજલિ આપતું ટેટુ તૈયાર કર્યું છે જેમાં શાંતિના સંદેશ તરીકે ભારતથી પાકિસ્તાન જતુ કબૂતર દર્શાવીને મીણબત્તી સ્વરૂપે દર્શાવેલા શહીદોને સલામી અપાઈ છે. તો એક યુવતીને ગળામાં ભારત-પાકિસ્તાના સિમ્બોલ્સ સાથે હાર તૈયાર કર્યો છે, જેમાં ભારતના કેસરી અને પાકિસ્તાના લીલા કલરના દોરડામાં ગાંઠો દર્શાવીને એક તરફ અશોકચક્ર અને બીજી તરફ ચાંદ દર્શાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો