મક્કા મસ્જિદ બ્લાસ્ટ - અસીમાનંદ સહિત 5 આરોપીઓને મુક્ત કરનારા જજ રવિન્દ્ર રેડ્ડીનું રાજીનામુ

મંગળવાર, 17 એપ્રિલ 2018 (10:39 IST)
હૈદરાબાદની મક્કા મસ્જિદમાં 11 વર્ષ પહેલા થયેલ બોમ્બ વિસ્ફોટના મામલામાં પાંચ દક્ષિણપંથી હિન્દુ કાર્યકર્તાઓને મુક્ત કરવાના થોડાક કલાક પછી જ રાષ્ટ્રીય તપાસ એજંસીની વિશેષ કોર્ટના ન્યાયાધીશ કે. રવિંદર રેડ્ડીએ સોમવારે રાજીનામુ આપી દીધુ.  સૂત્રો મુજબ, મહાનગર સત્ર ન્યાયાલયના ચોથા ન્યાયાધીશ રેડ્ડીએ હૈદરાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલેલ પોતાના રાજીનામામાં આ માટે વ્યક્તિગત કારણ બતાવ્યુ છે.  હાલ તેની કોઈ માહિતી મળી શકી નથી કે તેના રાજીનામાનો સંબંધ મસ્જિદ વિસ્ફોટ મામલાની સુનાવણી સાથે હતો કે કોઈ અન્ય મુદ્દા સાથે. 
 
તેલંગાના અને આંધ્રપ્રદેશ વચ્ચે ન્યાયાધીશોની વહેંચણી વિરુદ્ધ પ્રદર્શન કરવા અને તેલંગાનામાં એક જુદી હાઈકોર્ટની રચના કરવાની માંગ કરવાને કારણે તેલંગાના ન્યાયાધીશ એસોસિએશનના અધ્યક્ષ રવિંદર રેડ્ડીએ કેટલાક અન્ય ન્યાયાધીશ સાથે હાઈ કોર્ટને 2016માં બહાર કરી દીધા હતા. 
 
18 મે 2007ના રોજ પ્રતિષ્ઠિત ચારમીનાર પાસે આવેલ મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન શક્તિશાળી વિસ્ફોટમાં નવ લોકોના મોત થઈ ગયા હતા અને 58 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ ઘટનના 11 વર્ષ પછી કોર્ટે જોયુ કે પ્રતિવાદી વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયો નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર