દિલ્હી હિંસા પછી બે ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યુ ખતમ, રાકેશ ટિકૈત પર લગાવ્યા ગંભીર આરોપ

બુધવાર, 27 જાન્યુઆરી 2021 (16:58 IST)
દિલ્હીમાં ખેડૂત પરેડ દરમિયાન ઉપદ્રવીઓ  દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ આંદોલનોનો અંત શરૂ થયો છે. બે ખેડૂત સંગઠનોએ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન પાછો ખેંચવાની ઘોષણા કરી છે. રાષ્ટ્રીય ખેડૂત મજૂર સંગઠન અને ભારતીય ખેડૂત  સંઘ (ભાનુ) એ ગાજીપુર અને નોઈડા સરહદે દેખાવો પાછો ખેંચી લીધો.આ સાથે ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. ખેડૂત મઝદુર સંગઠનના નેતા વી.એમ.સિંહે કહ્યું કે અમે અહીં લોકોને મારવા નથી આવ્યા. અમે દેશને બદનામ કરવા માંગતા નથી. વી.એમ.સિંહે કહ્યું કે રાકેશ ટીકૈતે એક પણ બેઠકમાં શેરડીના ખેડુતોની માંગણી ઉભી કરી નથી
- રાષ્ટ્રીય ખેડૂત મજુર સંગઠનના ખેડૂત નેતા બીએમ સિંહે કહ્યુ - અમે અમારુ આંદોલન અહી પરત લઈ રહ્યા છે. 
- ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યુ - અમારુ સંગઠન આ પ્રકારની હિંસામાં સામેલ નથી 
- ખેડૂત કાયદાના વિરોધમાંબ અભય સિંહ ચોટાલાએ હરિયાણા વિધાનસભામાંથી આપ્યુ રાજીનામુ 
- ખેડૂત નેતાઓ પર કેસ નોધાયો 
- દિલ્હીમાં હિંસાને લઈને ખેડૂત નેતાઓ પર એક્શન શરૂ. દીપ સંધૂ, યોગેન્દ્ર યાદવ સહિત અનેક નેતાઓ પર કેસ નોંધાયો 
-  અત્યાર સુધી 22 FIR, શાહની દિલ્હી પોલીસ કમિશ્નર સાથે બેઠક 
 
- દિલ્હી  પોલીસ ટ્રેક્ટર માર્ચના નામ પર આવતીકાલે દિલ્હીમાં ઉત્પાત મચાવનારા ખેડૂતો પર એક્શનમાં લાગી છે. અત્યાર સુધી 22 FIR નોંધાય ચુકી  છે. લગભગ 200 ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે.  આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ પણ દિલ્હીના પોલીસ કમિશ્નર અને આઈબી ચીફ સાથે બેઠક કરી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છેકે  બેઠકમાં ઉપદ્રવીઓને નિપટવાની રણનીતિ તૈયાર થઈ શકે છે. 
 
- ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે ખેડૂતોની હિંસા પર માફી માંગી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર