છોકરી જોવા જતા અકસ્માત, 6નાં મોત

રવિવાર, 10 માર્ચ 2024 (12:44 IST)
- છોકરી જોવા જતા અકસ્માત, 6નાં મોત 
- બિહારમાં કાર-ટ્રકની ભયાનક અથડામણમાં 6 લોકોના મોત,
- પરિવાર બિહારથી છોકરાને જોવા પ્રયાગરાજ જઈ રહ્યો હતો.
 
Jaunpur રવિવારે વહેલી સવારે યુપીના જૌનપુરમાં હાઇવે પર કાર અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારના સીતામઢીનો પરિવાર તેમની દીકરી માટે છોકરો શોધવા પ્રયાગરાજ જઈ રહ્યો હતો. રાત્રે લગભગ 2.30 વાગ્યે કાર ગૌરા બાદશાહપુરની પ્રસાદ કોલેજ પાસે પહોંચી. અહીં પુરપાટ ઝડપે આવતી ટ્રક સાથે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા.
 
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં 9 લોકો સવાર હતા, જે તમામ એક જ પરિવારના હતા. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.
 
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, અકસ્માત બાદ ટ્રક ચાલક અને હેલ્પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ ક્રેઈન અને જેસીબી વડે ક્ષતિગ્રસ્ત ટ્રક અને કારને હાઈવે પરથી હટાવવામાં વ્યસ્ત છે.

Edited By-Monica Sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર