મહાશિવરાત્રી સ્પેશ્યલ રેસીપી - શક્કરિયાનો શીરો

શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020 (01:26 IST)
સામગ્રી - બાફેલા શક્કરિયા 500 ગ્રામ
ઘી 1 મોટી ચમચી
ખાંડ 2 ચમચી
ડ્રાયફ્રુટ 3 ચમચી
દૂધ ગરમ 1 કપ
એલચી પાવડર 1/2 ચમચી
બનાવવાની રીત -  સૌપ્રથમ શક્કરિયાને કુકરમાં. શક્કરિયા કુકરમાં પાણીમાં ડાયરેકટ મુકીને ન બાફશો પણ તેને ઢોકળાની જેમ વરાળમાં બાફી લો. જેનાથી એની મીઠાસ ના જાય,  શક્કરિયા બફાય જાય એટલે એને છીણી લો.પછી એક પેન માં ઘી મૂકી એમાં શક્કારિયાનુ છીણ એડ કરો અને હલાવો, એકદમ ધીમી આંચે નીચે ચોટે નહી એમ હલાવતા રહેવું.  એ સેકાય એટલે એમાં ગરમ દૂધ એડ કરો . દૂધ એડ કર્યા પછી  ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી બધુ જ દૂધ બળી ના જાય,  પછી એમાં એલચી પાવડર અને ખાંડ એડ કરી મિક્સ કરી લો. પછી એને ઘી છૂટ્ટુ પડે નહી અને ખાંડ ઓગળે નહી ત્યાં સુધી બરોબર હલાવતા રહો. હવે તેમા ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરી લો. તૈયાર છે તમારો ગરમા-ગરમ શક્કરિયાનો શીરો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર