Mahashivratri 2024: ક્યારે છે શિવરાત્રી ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને શિવરાત્રીનુ મહત્વ

શનિવાર, 2 માર્ચ 2024 (18:10 IST)
હિંદુ પંચાગ મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે માઘ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, તેથી આ તહેવાર દર વર્ષે શિવભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે વ્રત રાખે છે અને શિવ-પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરે છે. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર તમામ શિવલિંગોમાં બિરાજમાન થાય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે.  તોચાલો જાણીએ વર્ષ 2024 માં મહાશિવરાત્રિ ક્યારે છે આ દિવસનુ  શુભ મુહુર્ત અને પૂજાની વિધિ વિશે…
 
મહાશિવરાત્રી 2024 તારીખ
પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચે સાંજે 09:57 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે 9 માર્ચે સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી નથી. આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત 8 માર્ચ 2024ના રોજ રાખવામાં આવશે.
 
મહાશિવરાત્રિ 2024 પૂજા મુહૂર્ત 
8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજાનો સમય સાંજે 6 વાગીને 25 મિનિટથી 09 વાગીને 28 મિનિટ સુધી છે. આ ઉપરાંત ચાર પ્રહરનુ પૂજા મુહુર્ત આ પ્રમાણે છે.  
 
 
મહાશિવરાત્રી 2024 ચાર પ્રહર મુહૂર્ત
 
રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય - સાંજે 06:25 થી 09:28 સુધી
રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય - 9 માર્ચના રોજ 09:28 રાત થી સવારે 12:31 સુધી 
રાત્રિ તૃતીયા પ્રહર પૂજા સમય - 12:31 સવારે થી સવારે 3:34 સુધી
રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય - સવારે 03.34 થી 06:37 સુધી
 
 
નિશિતા કાલ મુહૂર્ત - 12:07 am થી 12:55 pm (9 માર્ચ 2024)
વ્રત પારણ  સમય - સવારે 06:37 થી બપોરે 03:28 (9 માર્ચ 2024)
 
મહાશિવરાત્રિની પૂજા વિધિ 
 
- મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરીને ભગવાન શિવશંકરની સામે પૂર્ણ ભક્તિભાવ સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો.
-  સંકલ્પ દરમિયાન ઉપવાસનો દિવસ પૂર્ણ કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લો.
-  આ ઉપરાંત, તમે વ્રત કેવી રીતે કરશો એટલે કે ફળ ખાશો કે પાણી વગર રહેશો તેનો પણ સંકલ્પ લો.
-  પછી શુભ મુહુર્તમાં પૂજા શરૂ કરો.
- સૌ પ્રથમ ભગવાન શંકરને પંચામૃતથી સ્નાન કરાવો.
- સાથે જ કેસરના 8 લોટા પાણી ચઢાવો અને આખી રાત દીવો પ્રગટાવો. આ ઉપરાંત ચંદનનું તિલક લગાવો.
-  બિલીપત્ર, ભાંગ, ધતુરો એ ભોલેનાથનો સૌથી પ્રિય પ્રસાદ છે.
- તેથી ત્રણ બિલીપત્ર, ભાંગ, ધતુરો, જાયફળ, કમળકાકડી, ફળ, મીઠાઈ, નાગરવેલના પાન, અત્તર અને દક્ષિણા અર્પણ કરો.
- સૌથી છેલ્લે, કેસરવાળી ખીરનો નૈવેદ્ય અપર્ણ કરો અને દરેકને પ્રસાદ વહેંચો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર