Bois Locker Room Chat Case: સગીર વિદ્યાર્થીએ 4 મિત્રો સાથે શરૂ કર્યુ હતુ આ ગ્રુપ

ગુરુવાર, 7 મે 2020 (19:14 IST)
ઈન્સ્ટાગ્રામ બોયઝ લોકર ગ્રુપ પર અશ્લીલ ચેટ કેસમાં દિલ્હી પોલીસ સાયબર સેલની તપાસ હવે અમુક હદ સુધી ઈન્સ્ટાગ્રામ પરથી મળતી માહિતી પર ટકી  છે. તપાસમાં રોકાયેલા દિલ્હી પોલીસને જેવી જાણ થઈ કે ગ્રુપને   ડીલિટ  કરી નાખવામાં આવ્યું છે, ત્યારબાદ આ બાબતે  ઇન્સ્ટાગ્રામ પાસેથી વિગતો માંગવામાં આવી છે. તે પછી જ આ તમામ આરોપીઓ પર પુરાવા સાથેના કાનૂની કડક પગલા લઈ શકાશે. 
 
અત્યાર સુધીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે નોઇડાથી ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી પણ સગીર હોવા ઉપરાંત ચાલાક પણ છે, તેથી તેણે ગ્રુપ ને જ ડીલિટ કરી નાખ્યું. આ જ કારણ છે કે પોલીસે તપાસ આગળ વધારવા માટે ઇન્સ્ટાગ્રામની મદદ લેવી પડશે. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે તેણે તેના 4 મિત્રો સાથે મળીને બોયઝ લોકર ગ્રુપની શરૂઆત કરી હતી. સાથે જ  આ ચાર સિવાય અન્ય ઘણા વિદ્યાર્થીઓ એવા છે   જેઓ ગ્રુપ એડમિન વિશે વધુ જાણતા નથી. તેમને તેનું નામ પણ ખબર નથી. કેટલાકએ આ ગ્રુપમાં પોતાનુ  નિક નામ પણ આપ્યું છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ ગ્રુપના 21 સભ્યો હોવાની માહિતી હતી, પરંતુ તપાસ દરમિયાન આ સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 15 મોબાઇલ ફોન મળી આવ્યા છે. શક્ય છે કે કેટલાક વિદ્યાર્થીઓના લેપટોપ પણ ચકાસણી હેઠળ આવે.
 
હવે 2 વિદ્યાર્થીઓ સકંજામાં 
 
પોલીસે અત્યાર સુધી ગ્રુપ એડમિન સહિત બે વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. ગ્રુપ એડમિનની પણ નોઇડાથી ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે ગ્રુપ એડમિનની પૂછપરછ બાદ કેટલાક વધુ આરોપીઓની ધરપકડ કરી 
શકાય છે. તેમાં કેટલા પુખ્ત વયના અને કેટલા સગીર છે તેની તપાસ પોલીસ પણ કરી રહી છે.
 
ગ્રુપમાં બધા દિલ્હી-નોઈડાના 
 
સાયબર સેલની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ અશ્લીલ ચેટ ગ્રુપમાં દિલ્હી અને નોઈડાના વિદ્યાર્થીઓ સામેલ છે. તેમાંના કેટલાક એકબીજાને જાણતા પણ નથી.
 
એક સગીર પહેલેથી જ પોલીસના સકંજામાં 
 
દિલ્હી પોલીસે મંગળવારે એક સગીર વિદ્યાર્થીને પકડ્યો છે અને તેને જ્વેનાઈલ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. 4 મેના રોજ, દિલ્હી પોલીસના વિશેષ સેલે આઇટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર