ગ્રહોની ખરાબ દશાથી બચવા લાલ કિતાબના ટોટકા અપનાવો

ગુરુવાર, 10 એપ્રિલ 2014 (16:31 IST)
ગ્રહો માનવજીવનને બહુ અસર કરે છે.આ ઉપાયો કરવાથી પહેલા જન્મકુંડળીનો અધ્ધયન ધ્યાનથી કરી ત્યારબાદ તેના સંબંધિત ઉપાયો કરો. 
 
જો જન્મકુંડળીના પંચમ ભાવમાં કેતુ હોય તો કેતુના  ઉપાય કરો. 
 
1 ઘરમાં કાબરચીતરું કુતરૂ પાળો. પશુઓને ગોળ ખવડાવો  કાગડાને સાકર ખવડાવો અગિયાર મુળા ગરીબોને દાન કરો .સંતાન પ્રપ્તિમાં બાધા હોય તો  ગણપતિની ઉપાસના કરો.
 
2. જો કેતુ સાતમા ભાવે હોય તો લોખંડની કોઇ પણ વસ્તુ દાન ન કરો. એની વિપરીત અસરથી દંડના ભોગી બનશો.
 
3. જો કોઇ માણસની જન્મકુંડળીમાં ચંદ્ર બારમા ભાવમાં પાપ ગ્રહ, રાહુ, શનિ, મંગળથી પીડિત છે, તો પંડિતને ભોજન કરાવો કે અનાજ દાન કરવુ અશુભ રહેશે. આવુ કરવાથી નિ:સંતાન રહેશો.
 
 
4. જો જન્મકુંડળીમાં નવમાં ઘરમાં મંગળ ગ્રહ છે તો કોઇને વસ્ત્રોનું દાન ના કરાય.
 
5. અનાજ દાન કરવાથી કેતુની અશુભ અસર નષ્ટ પામે છે.
 
6. જો અગાઉ તમારું બાળક જન્મ્યા પછી મૃત્યુ પામ્યુ હોય તો બીજા બાળકના જન્મ પ્રસંગે મીઠાઈ વહેંચશો નહી કે ઢોલ વગાડશો નહી. ફરસાણ વહેંચવુ શુભ રહેશે.
 
7. જો રાહુ આઠમા ભાવે સુર્ય સાથે હોય તો કન્યાના લગ્નમાં કયારેક બ્રાહ્મણને દાન ના કરો.
 
8. જો કુંડળીમાં શુક્ર ગ્રહ રાહુ સાથે  ચોથા ભાવમાં હોય તો સ્વર્ણ દાન કરવુ અશુભ હશે એના કારણે નિકટના સંબંધીની મૃત્યુ હશે.
 
9.  જો કોઇ માણસની જન્મકુંડળીમાં શનિ ગ્રહ આઠ્મા ભાવે હોય તો ભોજન,ધન,વસ્ત્રો,ધાતુ વગેરેનું દાન ન કરશો.  નહિ તો શનિના ક્રોધનો શિકાર પામી રોગોથી ઘેરાય જશો.
 
10.  જે કુંડળીમાં છઠ્ઠા ભાવે શનિ હોય તો નિકટના સંબંધીનું લગ્ન તમારા સુખોનો અંત લાવશે.
 
11.મંગળ,બુધ સાથે હોવા પર મંગળની પ્રસન્નતા માટે હનુમાનજીનો પાઠ કે હવન કરવો.
 
12. વિદ્યા પ્રાપ્તિ માટે ધર્મશાળામાં રાહુ કેતુની વસ્તુઓ દાન કરવાથી બુદ્ધિ વધે છે. ગરીબોને ઢાબળો દાન કરો. ફળ દાન કરો. 
 

વેબદુનિયા પર વાંચો