ગુડ ન્યુઝ - ગુજરાત સરકાર 35 હજાર કરતાં વધુ જગ્યા પર કરશે ભરતી

મંગળવાર, 17 નવેમ્બર 2020 (15:34 IST)
નવા વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાત સરકાર નાની મોટી તમામ મળીને આ વર્ષમાં કુલ 35 હજારથી 37 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. રાજ્ય સરકાર નવા વરસે ભરતી કરશે જેમાં 35 હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. GPSCમાં 1212 જગ્યા માટે 1 ડિસે. સુધી અરજી કરી શકાશે. ઊર્જા વિભાગમાં 2 હજાર, પોલીસમાં 11 હજાર ભરતી અને 6 હજાર શિક્ષકની પણ ભરતી થશે. તેમજ અગાઉની 900 જગ્યાની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ વર્ષ રોજગારી માટે નવી આશાઓ જન્માવનારું સાબિત થશે.
 
ગુજરાત સરકારે અંદાજે 35 હજાર જેટલી નોકરીઓ અંદાજપત્રીય જોગવાઈમાં રાખી હતી, જેમાં મોટી ભરતીઓમાં 11 હજારથી વધુ વિવિધ પોલીસ સંવર્ગ, 6 હજાર કે તેથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલાં ઊર્જા વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે એવું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) જ હાલ મંજૂર થયેલી 2,200 જેટલી જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ કરી રહી છે. આ પૈકી હાલ જ જાહેર થયેલી 1,200 કરતાં વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર